ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બેફામ ટ્રકે ઘેટા-બકરાના ટોળાને કચડતાં 25 પશુઓના કરૂણ મોત, દિલધડક CCTV આવ્યા સામે
Last Updated: 07:39 PM, 8 October 2026
ADVERTISEMENT
ગુજરાતના હાઈવે પર બેફામ અને બેદરકાર વાહનચાલકોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. મોરબી જિલ્લાના માળિયા-કચ્છ નેશનલ હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવો અકસ્માત સામે આવ્યો છે. પોતાના ઘેટાં-બકરાં ચરાવીને સીમમાંથી પસાર થઈ રહેલા એક માલધારીના ટોળા પર પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કાળ બનીને ટક્કર મારી હતી. આ ગોઝારી ઘટનામાં ક્ષણભરમાં જ 23 ઘેટાં અને 2 બકરાં મળીને કુલ 25 પશુઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે અન્ય 30 પશુઓ લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા છે.
ADVERTISEMENT
ગુજરાત-કચ્છ-મોરબી હાઈવે પર રોડ અકસ્માત
ટ્રક ચાલકની બેદરકારીભરી ડ્રાઇવિંગને કારણે 25 જેટલા પશુઓના મોત #RoadAccident #Gujarat #News https://t.co/wnD6YOd1nr— Rakesh Parmar 🇮🇳 (@DRakesh1011) October 8, 2026
ADVERTISEMENT
ADVERTISEMENT
અકસ્માતની આ સમગ્ર ઘટના હાઈવે પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વાયરલ ફૂટેજ જોઈને કોઈનું પણ કાળજું કંપી ઊઠે તેમ છે. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શાંતિથી રસ્તા પર આગળ વધી રહેલા ઘેટાં-બકરાંના ટોળા પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બ્રેક માર્યા વિના સીધી જ ટક્કર મારી દીધી હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો, જ્યારે રસ્તા પર ચારેય તરફ ઘાયલ અને મૃત પશુઓનો ઢગલો જોવા મળ્યો હતો. સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
મળતી વિગતો અનુસાર, મૂળ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામના રહેવાસી વિભાભાઈ રબારી પોતાના પશુઓ ચરાવીને ગુજરાન ચલાવે છે. તેઓ પશુપાલનના વ્યવસાય પર જ સંપૂર્ણપણે નિર્ભર છે. આ અકસ્માતમાં તેમને આશરે ₹60,000 થી ₹65,000નું સીધું આર્થિક નુકસાન થયું છે. આ માત્ર પશુઓ નહોતા, પરંતુ પરિવારનું પેટ ભરવાનું એકમાત્ર સાધન હતા. એક જ ક્ષણમાં ટ્રક ચાલકની બેદરકારીએ મારી આખી રોજીરોટી છીનવી લીધી છે.
આ પણ વાંચોઃ બિઝનેસ / ચીનમાં મંદી અને EV ખર્ચે વધારી મુશ્કેલી, આ કંપનીમાં 1 લાખ કર્મચારીઓની નોકરીઓમાં મુકાશે કાપ
ADVERTISEMENT
આ મામલે પીડિત પશુપાલક વિભાભાઈ રબારીએ માળિયા પોલીસ મથકે પહોંચીને ટ્રક ચાલક ઉસ્માન મોહમ્મદ રમઝાન નાઈચ સામે બેફામ અને જોખમી રીતે વાહન ચલાવી પશુઓને કચડી નાખવા બદલ ગુનો નોંધાવ્યો છે. માળિયા પોલીસે ફરિયાદના આધારે આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસે ટ્રકના નંબર અને ચાલકની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT