ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ક્યારે છે કરવા ચોથ? જાણો સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને ચંદ્ર ઉદયનો સમય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ક્યારે છે કરવા ચોથ? જાણો સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને ચંદ્ર ઉદયનો સમય

Last Updated: 07:54 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબર, ગુરુવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે આખો દિવસ નિર્ગજળા ઉપવાસ રાખીને સાંજે પૂજા-અર્ચના કરશે.

1/6

photoStories-logo

1. ક્યારે છે કરવા ચોથ? જાણો સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને ચંદ્ર ઉદયનો સમય

કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ પરિણીત મહિલાઓ દ્વારા અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સુહાગન મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખી દામ્પત્ય જીવન માટે દિવસભર અન્ન અને જળનો ત્યાગ કરીને નિર્જળા ઉપવાસ રાખે છે. સાંજે વિધિવત રીતે પૂજા અને કથા કર્યા બાદ રાત્રે ચંદ્રદેવના દર્શન કરીને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે અને ત્યાર બાદ જ વ્રત ખોલવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કરવા ચોથ 2026 ની સાચી તારીખ

વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ રાખવામાં આવશે. ચતુર્થી તિથિની શરૂઆત 29 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે 1:06 વાગ્યે થશે અને તે જ દિવસે રાત્રે 10:09 વાગ્યે પૂર્ણ થશે. તેથી ઉદય તિથિ અને ચતુર્થી વ્યાપ્તિ મુજબ આ વ્રત 29 ઓક્ટોબર ના રોજ જ ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પૂજાનું શુભ મુહૂર્ત

કરવા ચોથની પૂજા સાંજના સમયે કરવાનું વિશેષ મહાત્મ્ય છે. 29 ઓક્ટોબર 2026 ના રોજ પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે 5:38 વાગ્યાથી રાત્રે 6:56 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ કરવા માતાની પૂજા-અર્ચના કરી શકે છે અને વ્રત કથાનું શ્રવણ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચંદ્રોદયનો અંદાજિત સમય

કરવા ચોથના વ્રતમાં ચંદ્ર દર્શનનું સૌથી વધુ મહત્વ હોય છે. મહિલાઓ ચંદ્રદેવને અર્ઘ્ય આપ્યા બાદ જ ઉપવાસ પૂર્ણ કરે છે. 29 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે આશરે 8:17 વાગ્યે ચંદ્રનોદય થવાની શક્યતા છે. જોકે, અલગ-અલગ શહેરો અને ભૌગોલિક સ્થાન મુજબ ચંદ્ર ઉગવાના સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે, તેથી વ્રતધારી મહિલાઓએ પોતાના શહેરના સ્થાનિક સમયની ખાતરી કરી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કરવા ચોથ વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ

વ્રતના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરવું અને પૂજા સ્થાનની સફાઈ કરવી. ત્યારબાદ સાસુ દ્વારા આપવામાં આવેલી 'સરગી' ગ્રહણ કરવી અને ભગવાન સામે નિર્જળા વ્રત રાખવાનો સંકલ્પ લેવો. સંકલ્પ બાદ આખો દિવસ અન્ન કે જળ ગ્રહણ કરવું નહીં. બપોર પછી કરવા માતાની પૂજા કરી અન્ય સુહાગન મહિલાઓ સાથે બેસીને સામૂહિક રીતે વ્રત કથાનું શ્રવણ કરવું. સાંજના સમયે પૂજા સ્થળ પર માટીની વેદી બનાવી દેવી-દેવતાઓની સ્થાપના કરવી. પરંપરા મુજબ પૂજામાં 10 થી 13 કરવા રાખવામાં આવે છે. પૂજાની થાળીમાં ધૂપ, દીપ, ચંદન, રોલી, સિંદૂર અને પ્રસાદ માટે હલવા-પૂરી અર્પણ કરવાની પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચંદ્ર દર્શન અને પારણા

રાત્રે ચંદ્ર નીકળ્યા પછી ચાળણીમાંથી ચંદ્રદેવના દર્શન કરવા, તેમને જળ અર્પણ કરી પૂજા કરવી. ત્યારબાદ પતિના હાથે જળ પીને વ્રત પૂર્ણ કરવું. વ્રત ખોલ્યા પછી વહુ પોતાની સાસુને મિષ્ટાન, ફળ, ડ્રાયફ્રૂટ્સ અને ભેટથી શણગારેલી થાળી અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

FestivalsOfIndia KarwaChauth2026 KarwaChauth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ