ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શેરબજારમાં ડૂબી રહ્યા છે પૈસા? તો આ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરો, થશે ગતડી કમાણી

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / શેરબજારમાં ડૂબી રહ્યા છે પૈસા? તો આ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરો, થશે ગતડી કમાણી

Last Updated: 04:56 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ જેમ કે PPF, NSC, MIS અને ટાઇમ ડિપોઝિટ (TD) જોખમ વગર ગેરંટીડ રિટર્ન આપે છે. આ યોજનાઓમાં શ્રેષ્ઠ વ્યાજદર સાથે ટેક્સ બચતનો લાભ પણ મળે છે.

1/6

photoStories-logo

1. શેરબજારમાં ડૂબી રહ્યા છે પૈસા? તો આ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરો, થશે ગતડી કમાણી

છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી શેરબજારમાં ભારે અનિશ્ચિતતા અને ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્મોલકેપ (Smallcap) અને મિડકેપ (Midcap) શેરોએ રોકાણકારોને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે લાર્જકેપ (Largecap) શેરો પણ ધાર્યું પરિણામ આપી શક્યા નથી. બજારના આ નિરાશાજનક પ્રદર્શન વચ્ચે રોકાણકારો હવે સુરક્ષિત અને સ્થિર આવક આપતા વિકલ્પો શોધી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તગડું વ્યાજ અને ટેક્સ મુક્તિનો બમણો લાભ

ઘણા લોકો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરફ વળી રહ્યા છે કારણ કે શેરબજારના નેગેટિવ રિટર્નની સરખામણીએ FDમાં નિશ્ચિત આવક મળે છે. જોકે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી કેટલીક નાની બચત યોજનાઓ (Small Savings Schemes) એવી છે જ્યાં શૂન્ય જોખમે તગડું વ્યાજ અને ટેક્સ મુક્તિનો બમણો લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

સુરક્ષિત રોકાણ માટે PPF એક અત્યંત લોકપ્રિય વિકલ્પ છે. હાલમાં આ સ્કીમ પર વાર્ષિક 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે. રોકાણકારો વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે PPF હેઠળ મળતું વ્યાજ અને મેચ્યોરિટી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)

પોસ્ટ ઓફિસની આ યોજના 5 વર્ષની સમયગાળા માટે હોય છે. હાલમાં NSC પર વાર્ષિક 7.7% વ્યાજ મળે છે. આ યોજનામાં આવકવેરામાં છૂટનો લાભ પણ મળે છે અને વ્યાજની રકમ દર વર્ષે તમારા ખાતામાં કમ્પાઉન્ડ થતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (MIS)

જે રોકાણકારો બજારનું જોખમ લીધા વિના દર મહિને નિયમિત આવક મેળવવા માંગે છે, તેમના માટે MIS સ્કીમ શ્રેષ્ઠ છે. આ યોજનામાં વાર્ષિક 7.4% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે, જેનું ભુગતાન દર મહિને રોકાણકારના ખાતામાં કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટાઇમ ડિપોઝિટ સ્કીમ (TD)

પોસ્ટ ઓફિસની આ સ્કીમ બેંક FD જેવી જ છે પરંતુ તેમાં શ્રેષ્ઠ રિટર્ન મળે છે. તેમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરી શકાય છે. હાલમાં 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ પર 7.5% જેટલું આકર્ષક વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

InvestmentTips PostOfficeSavings SmallSavingsSchemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ