ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / 40 કલાકથી વધુ લાંબી મુસાફરીવાળી ટ્રેનો પર રેલવેનું ખાસ ફોકસ, હાઉસકીપિંગથી લઈને ટોયલેટ અને સફાઈ વ્યવસ્થામાં થશે મોટા ફેરફાર

photo-story

5 ફોટો ગેલેરી

નિયમો / 40 કલાકથી વધુ લાંબી મુસાફરીવાળી ટ્રેનો પર રેલવેનું ખાસ ફોકસ, હાઉસકીપિંગથી લઈને ટોયલેટ અને સફાઈ વ્યવસ્થામાં થશે મોટા ફેરફાર

Last Updated: 04:43 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લાંબી અંતરની ટ્રેનોમાં મુસાફરોની સુવિધાઓ અને સ્વચ્છતામાં સુધારો કરવા માટે રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે

1/5

photoStories-logo

1. 40 કલાકથી વધુ લાંબી મુસાફરીવાળી ટ્રેનો પર રેલવેનું ખાસ ફોકસ, હાઉસકીપિંગથી લઈને ટોયલેટ અને સફાઈ વ્યવસ્થામાં થશે મોટા ફેરફાર

મુસાફરી દરમિયાન પ્રવાસીઓને સ્વચ્છ અને આરામદાયક વાતાવરણ મળી રહે તે હેતુથી ભારતીય રેલવેએ એક મોટો પહેલ હાથ ધરી છે. રેલવે બોર્ડે 40 કલાક કે તેથી વધુ સમય સુધી ચાલતી 11 પ્રમુખ ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સફાઈ, કચરાનો યોગ્ય નિકાલ, બાયો-ટોયલેટની સ્થિતિ અને નાના-મોટા મેન્ટેનન્સના કામો પર કડક દેખરેખ રાખવાના આદેશ આપ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળવી જોઈએ

રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનની સફાઈ માત્ર ટ્રેન ઉપડવાના મૂળ સ્ટેશન (Originating Station) સુધી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ ગંતવ્ય સ્થાન સુધી પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આ 11 ટ્રેનો પર રખાશે ખાસ નજર

આ ખાસ નિરીક્ષણ હેઠળ જે 11 ટ્રેનોને આવરી લેવામાં આવી છે તેમાં વિવેક એક્સપ્રેસ, અવધ અસમ એક્સપ્રેસ, રાની કમલાપતિ-અગરતલા વીકલી એક્સપ્રેસ, અમદાવાદ-સહરસા એક્સપ્રેસ, દાનાપુર-SMVT બેંગલુરુ એક્સપ્રેસ, પુણે-સુપૌલ એક્સપ્રેસ અને આમ્રપાલી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ સિવાય ઝેલમ એક્સપ્રેસ, રાજગીર-મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ જનતા એક્સપ્રેસ, હાવડા-ઇસ્લામપુર એક્સપ્રેસ અને અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ પણ આ યાદીમાં સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રસ્તામાં પણ થશે હાઉસકીપિંગ અને સ્ટાફનું મોનિટરિંગ

સંબંધિત રેલવે ઝોનને આ ટ્રેનોમાં ઓન-બોર્ડ હાઉસકીપિંગ સ્ટાફ (OBHS) પર કડક નજર રાખવા જણાવવામાં આવ્યું છે. મુસાફરી દરમિયાન નક્કી કરેલા સ્ટેશનો પર સફાઈ કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત, બાયો-ટોયલેટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની નિયમિત ચકાસણી બેઝ ડિપો સિવાય માર્ગમાં આવેલી ચિહ્નિત જગ્યાઓ પર પણ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સાપ્તાહિક સમીક્ષા અને DRM ની જવાબદારી

રેલવે ઝોને આ ટ્રેનોમાં સફાઈ સંબંધિત ફરિયાદોની દર અઠવાડિયે સમીક્ષા કરવાની રહેશે. જો કોઈ એક જ પ્રકારની ફરિયાદ વારંવાર આવશે, તો તેના મૂળ કારણની તપાસ કરીને ત્વરિત સુધારાત્મક પગલાં લેવામાં આવશે. વધુમાં, ક્લીન ટ્રેન સ્ટેશન (CTS) પોઈન્ટ્સ પર પૂરતો સ્ટાફ અને સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સંબંધિત ડિવિઝનની રહેશે. લાંબી અંતરની આ ટ્રેનોની સફાઈ કામગીરી સુચારૂ રૂપે ચાલે તેની આખરી જવાબદારી ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ની નક્કી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RailwayUpdates IndianRailways TrainCleanliness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ