ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 9 ઓક્ટોબરનું રાશિફળ: 12 રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો મેષથી મીન સુધીનું ભવિષ્યફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / 9 ઓક્ટોબરનું રાશિફળ: 12 રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો મેષથી મીન સુધીનું ભવિષ્યફળ

Last Updated: 10:57 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (09 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

09 10 2026 શુક્રવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ ચૌદસ, નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની, યોગ બ્રહ્મ, કરણ વિષ્ટિ ભદ્રા સવારે 9:52 પછી શકુની, રાશિ કન્યા (પ.ઠ.ણ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

પ્રોપર્ટીને લગતા કામકાજમાં આજે રાહત મળવાની શક્યતા છે અને શત્રુઓ પર વિજય મેળવશો. જોકે, પારિવારિક તણાવને કારણે માનસિક અશાંતિ અનુભવાઈ શકે છે. કામકાજના ક્ષેત્રમાં જવાબદારી વધશે, તેથી સમજદારી અને ધીરજથી નિર્ણયો લેવા જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

સંતાનો સાથે જોડાયેલા પ્રશ્નોમાં રાહત અનુભવશો. ધંધાકીય કામકાજમાં લાભ મળવાની શક્યતા છે અને શેરબજારમાંથી પણ ફાયદો થઈ શકે છે. આજે પ્રવાસના યોગ બની રહ્યા છે, જે તમારા માટે આનંદદાયક અને લાભદાયક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

જમીન-મકાનને લગતા કામકાજમાં ફાયદો થશે. માતા તરફથી આશીર્વાદ અને સહયોગ મળશે. વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે અને પરિવારનો સુંદર સહયોગ મળવાથી મહત્વપૂર્ણ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આજે સમજદારીપૂર્વક કામ કરશો તો સારો લાભ મેળવી શકશો. પારિવારિક સુખમાં વધારો થશે અને મોટાભાઈ તરફથી લાભ અથવા સહયોગ મળવાની શક્યતા છે. અગાઉ કરેલું રોકાણ આજે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

આર્થિક બાબતોમાં ઉન્નતિના સંકેતો મળી રહ્યા છે અને પારિવારિક સહયોગ પણ મળશે. જોકે, પૂરતી સમજણ વગર કરેલું રોકાણ નુકસાન કરાવી શકે છે, તેથી નાણાકીય નિર્ણયોમાં સાવચેતી રાખવી. ખોટા લોકોની સંગતથી દૂર રહેવું તમારા માટે હિતાવહ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આજે સ્વાસ્થ્યની બાબતમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે. આત્મબળ અને આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો સફળતા અને ફાયદો મળશે. નવા રોકાણમાં ઉતાવળ ન કરતા ધીરજથી નિર્ણય લેવો. જીવનસાથી સાથે પ્રવાસના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આજે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. આવકના નવા દ્વાર ખુલવાની શક્યતા છે, પરંતુ ભાગીદારીવાળા કામમાં સાવચેતી રાખવી. મનમાં કોઈ બાબતને લઈને ચિંતા રહી શકે છે, તેથી શાંતિથી પરિસ્થિતિનો સામનો કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આર્થિક બાબતોમાં લાભ મળવાની શક્યતા છે અને આકસ્મિક ધનલાભના યોગ પણ બની રહ્યા છે. પ્રોપર્ટીને લગતા જૂના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. જોકે, વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવી અને ઉતાવળથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આજે આવકના સાધનોમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. નવું વાહન ખરીદવા માટે દિવસ સારો છે અને નવું ઘર લેવા માટે પણ સમય અનુકૂળ રહેશે. કામકાજના સ્થળે સહકર્મચારીઓનો સારો સહયોગ મળવાથી તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળવાથી પારિવારિક અને વ્યક્તિગત બાબતોમાં રાહત અનુભવશો. આવકમાં વધારો થવાની શક્યતા છે અને સંતાનો સાથે જોડાયેલા પ્રશ્નોમાં પણ રાહત મળશે. નાની-નાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ આજે મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આજે પારિવારિક જીવન સુખમય રહેશે અને બહારના કામકાજથી સારી આવક થઈ શકે છે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થવાની શક્યતા છે, જે કારકિર્દી માટે લાભદાયક બની શકે છે. જોકે, તબિયતની દૃષ્ટિએ દિવસ થોડો નબળો હોવાથી સ્વાસ્થ્યની કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

વ્યવસાયને લઈને થોડી ચિંતા રહી શકે છે, તેથી ધંધાકીય બાબતોને પરિવારથી અલગ રાખવી યોગ્ય રહેશે. યાત્રા-પ્રવાસના યોગ બની રહ્યા છે. પરિવારમાં સાધારણ અશાંતિનું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી વાતચીતમાં સંયમ રાખવો અને નાની બાબતોને મોટું સ્વરૂપ ન આપવું.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 09 October 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ