ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / SG હાઈવે પર પાણીની પાઈપલાઈન પર જ ફ્લાયઓવરનો પિલર ઊભો કરાયો, હવે AMCએ પાઈપલાઈન ખસેડવી પડશે
Last Updated: 12:26 PM, 9 October 2026
ADVERTISEMENT
Ahmedabad SG Highway : એસ.જી. હાઈવે પર બની રહેલા એક ફ્લાયઓવરના બાંધકામમાં વિચિત્ર અને ખર્ચાળ ભૂલ સામે આવી છે. ફ્લાયઓવરના એક પિલરનું બાંધકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની ૯૦૦ મિમી વ્યાસની મુખ્ય પાણીની પાઈપલાઈનની બરાબર ઉપર કરી દેવામાં આવ્યું છે. આ પાઈપલાઈન હવે અન્યત્ર ખસેડવી પડશે. આ માટેની દરખાસ્તને ગઈ કાલે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
આ ફ્લાયઓવરનું બાંધકામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ફ્લાયઓવર ઈસ્કોન બ્રિજથી શરૂ થઈ કર્ણાવતી ક્લબ અને પ્રહ્લાદનગર જંક્શનને પાર કરીને વાયએમસીએ ક્લબ તરફ જાય છે. પાઈપલાઈન અને ફ્લાયઓવરના પિલર વચ્ચેનો ટકરાવ પિલર પી-૨૭ પાસે થયો છે. અહીં પિલરને આધાર આપતો કોંક્રીટનો પાઈલ કેપ એએમસીની ૯૦૦ મિમી વ્યાસની જાસપુર મુખ્ય પાણીની પાઈપલાઈનની ઉપર જ તૈયાર કરવામાં આવ્યો હતો.
એએમસીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ પાઈપલાઈનને ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાયઓવરના પિલરનું બાંધકામ મુખ્ય પાઈપલાઈનની ઉપર થઈ રહ્યું હોવાથી બ્રિજની ડિઝાઈનમાં જ પાઈપલાઈનની શાખાને અલગ કરીને એસ.જી. હાઈવેની આરપાર જોડવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ કામગીરી માટે મંજૂરી પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
મોટા પ્રોજેક્ટમાં ભૂગર્ભ સુવિધાઓના સર્વે સામે સવાલ
આ ઘટનાએ મોટા માળખાકીય પ્રોજેક્ટના આયોજનમાં ભૂગર્ભ સુવિધાઓનો યોગ્ય સર્વે ન થતો હોવાની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. એક અધિકારીએ જણાવ્યું છે કે ડિઝાઈનને આખરી ઓપ આપતાં અને બાંધકામ શરૂ કરતાં પહેલાં સામાન્ય રીતે ભૂગર્ભ સુવિધાઓનો પૂરતો સર્વે કરવામાં આવતો નથી. એસ.જી. હાઈવે પર ફ્લાયઓવરની ડિઝાઈન તૈયાર કરતી વખતે પણ ભૂગર્ભમાં આવેલી પાઈપલાઈનો અને અન્ય સુવિધાઓની પૂરતી ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. માર્ગના વિકાસ અને બ્રિજના બાંધકામ દરમિયાન કેટલીક વખત ભૂગર્ભની પાઈપલાઈનો તથા મેનહોલની ઉપર જ પિલર ઊભા કરી દેવામાં આવે છે અથવા તેને ઢાંકી દેવામાં આવે છે, પરિણામે પાછળથી સમારકામ અને જાળવણીમાં મુશ્કેલીઓ સર્જાય છે.
ADVERTISEMENT
વધતા ટ્રાફિકના કારણે વધુ ફ્લાયઓવરની જરૂર
એસ.જી. હાઈવે પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતા આ માર્ગ પર વાહનવ્યવહાર વધતાં વધુ એલિવેટેડ માર્ગો અને ફ્લાયઓવરના બાંધકામની કામગીરી ચાલી રહી. હાલમાં એસ.જી. હાઈવે પર ઈસ્કોન ફ્લાયઓવર, સોલા ફ્લાયઓવર અને ગોતા ક્રોસિંગ ફ્લાયઓવર સહિત ચાર મુખ્ય એલિવેટેડ માળખાં છે. તેમ છતાં ગોતા ફ્લાયઓવરથી જગતપુર, છારોડી અને નિરમા યુનિવર્સિટી તરફ જતા માર્ગ પર ખાસ કરીને વાહનો નીચે ઊતર્યા બાદ ટ્રાફિક જામની સમસ્યા યથાવત્ રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે ગોતા બ્રિજ નજીકથી શરૂ થઈ જગતપુર અને છારોડી જંક્શનને બાયપાસ કરીને નિરમા યુનિવર્સિટી તરફના માર્ગ સુધી પહોંચે તેવા અન્ય ફ્લાયઓવરની યોજના પર કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
નારોલ-સરખેજ પ્રોજેક્ટમાં પણ ભાંગરો વટાયો
નારોલ-સરખેજ એલિવેટેડ કોરિડોરની લંબાઈ ૧૦.૬૩ કિમી છે અને તેનો અંદાજિત ખર્ચ રૂ. ૧,૨૯૫ કરોડ છે. આ પ્રોજેક્ટમાં ખોટી ગોઠવણીના કારણે બનાવવામાં આવેલો એક પિલર ગયા અઠવાડિયે તોડી પાડવામાં આવ્યો હતો. બાંધકામ પૂર્ણ થયા બાદ આ કાર્યવાહી થતાં એનએચએઆઈની તપાસ અને ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. એનએચએઆઈના અધિકારીઓની હાજરીમાં પિલર તોડી પાડવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આશરે ૧૫ ફૂટ ઊંચો આ પિલર ખોટી ગોઠવણી સાથે બનાવાયો હોવા છતાં બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી આ ભૂલ ધ્યાનમાં કેમ ન આવી તે અંગે પણ સવાલો ઊઠ્યા છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે નિરીક્ષણ માટે જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હોવાની જાણ નથી. એનએચએઆઈનાં સૂત્રોએ સ્વીકાર્યું હતું કે પિલરનું બાંધકામ નબળી ગુણવત્તાનું હતું અને તેની ગોઠવણી પણ ખોટી હતી. આથી તેને તોડી પાડવાની ફરજ પડી હતી. આ કોરિડોરનું કામ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT