ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મમતા, કેજરીવાલથી લઈને ધ્રુવ રાઠી સુધી પોલીસની કાર્યવાહી, રાહુલ ગાંધીએ આપી સરકારને ચેતવણી
Last Updated: 05:25 PM, 10 October 2026
ADVERTISEMENT
દિલ્હીમાં ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન કરે એના પહેલાં જ પોલીસે મોટા પાયે કાર્યવાહી કરતાં વિપક્ષી નેતાઓ, કાર્યકરો અને અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા હતા. જેને ઈમરજન્સી સાથે તુલના કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
10 ઓક્ટોબર 2026ના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય મુદ્દો ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી મતદાર યાદીઓની Special Intensive Revision એટલે કે SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેનો વિરોધ હતો. પ્રદર્શનકારીઓએ તેમની સામે સવાલો ઉઠાવી રાજીનામાની માગ કરી હતી તથા SIR રદ કરીને ફ્રી એન્ડ ફેર ઈલેક્શનની ડીમાંડ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Not a single instance of unlawful activity was reported, except by the Delhi Police, up until 2:00 PM. https://t.co/aQIksSwLOz
— Kapil (@kapsology) October 10, 2026
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી. વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું. વાહનોની તપાસ હાથ ધરાઈ અને મેટ્રો તથા ટ્રાફિક વ્યવસ્થા પર પણ નિયંત્રણો લગાવવામાં આવ્યાં છે. જેથી કોઈ આંદોલન ન કરી શકે. અહેવાલો અનુસાર, પોલીસની કાર્યવાહી દરમિયાન 2000થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ પણ પોલીસની કાર્યવાહીમાં સપડાયા
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા વિપક્ષના જાણીતા નેતાઓની અટકાયતને લઈને થઈ રહી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી રહી ચૂકેલાં મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પોલીસની કાર્યવાહીમાં સપડાયા હતા.
ADVERTISEMENT
BREAKING NOW: दिल्ली पुलिस ने AAP के राष्ट्रीय संयोजक और दिल्ली के पूर्व सीएम अरविंद केजरीवाल को हिरासत में लिया https://t.co/XTKG6uzc5d
— Lavely Bakshi 🔺 (@lavelybakshi) October 10, 2026
મમતા બેનર્જી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં જોડાવા માગતાં હતાં પરંતુ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ તેમને વિરોધ નોંધાવ્યો હતો. તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયન અને ડોલા સેન સહિત બીજા નેતાઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બીજી તરફ અરવિંદ કેજરીવાલને પણ જંતર-મંતર નજીકથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ સિવાય દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સામાજિક કાર્યકર પ્રશાંત ભૂષણ અને અન્ય રાજકીય કાર્યકરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સહિતના અમુક નેતાઓને પણ પ્રદર્શન સ્થળે પહોંચતાં પહેલાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
Neha Bora is in the House 🔥 Fearless Lioness 🦁 #NehaBora https://t.co/dloNnNdXo2
— whatsamaaj? (@kyakahegasamaaz) October 10, 2026
ADVERTISEMENT
આ સિવાય નેહા બોરાની પણ ફરી એક વાર આજે અટકાયત કરી લેવામાં આવી હતી. અભિજિત દિપકેને દિલ્હી એરપોર્ટ પર વિમાનમાંથી ઉતર્યા બાદ પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તો ફેમસ Youtuber ધુવ રાઠીને પણ ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાનેથી પોલીસ તેમને લઈ ગઈ હતી. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અનેક નેતાઓ તથા કાર્યકરોને હાઉસ અરેસ્ટ કે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાજધાનીમાં મોટા પાયે સુરક્ષા દળો તૈનાત કર્યા હતા. વિવિધ માર્ગો પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યાં હતાં અને અનેક સ્થળોએ અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં.
🚨 Happening Now: Protesters continue to raise slogans at flyover near Safdarjung Airport as police presence increases. Several protesters have been detained. https://t.co/m3GLe4DEbe
— Hemant Rajaura (@hemantrajora_) October 10, 2026
પોલીસની કાર્યવાહી એટલી મોટા પ્રમાણમાં હતી કે અનેક પ્રદર્શનકારીઓ જંતર-મંતર સુધી પહોંચે તે પહેલાં જ તેમને રોકી લેવામાં આવ્યા હતા. અમુક લોકોને બસ અને વાન મારફતે બીજા સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે હજારો પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરાયા હતા.
ભાજપ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
આ ઘટનાએ રાજકીય નિવેદનબાજીને પણ વેગ આપ્યો છે. ભાજપના નેતાઓએ પ્રદર્શન પાછળના હેતુઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ સરકારની કાર્યવાહી સામે રોષ ઠાલવ્યો છે. જેમાં આ સ્થિતિનું તુલના ઈમરજન્સી સાથે પણ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યુવાનો, વિદ્યાર્થીઓ, વકીલો, પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને અટકાયતમાં લેવાની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ, અમુક વિપક્ષી નેતાઓએ દિલ્હીની પરિસ્થિતિની સરખામણી ઈમરજન્સીના સમયગાળા સાથે કરી હતી.
ज्ञानेश कुमार जाएँगे। यह सरकार जाएगी। फिर शुरू होगी लोकतंत्र की मरम्मत। 🇮🇳 https://t.co/spGmBxgXLn
— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026
આ બધી ધરપકડો અને અટકાયાતો, હાઉસ અરેસ્ટના સીન વચ્ચે લીડર ઓફ ઓપોઝીશન રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, “જ્ઞાનેશ કુમાર જશે. આ સરકાર જશે. પછી શરૂ થશે લોકતંત્રનું રિપેરિંગ”
આમ ચૂંટણી પ્રક્રિયાને લઈને શરૂ થયેલો વિરોધ હવે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચેના મોટા રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જોકે મતદાર યાદીઓ અંગેના આક્ષેપો અને ચૂંટણી પંચની ભૂમિકા અંગેના સવાલો પર આગળ શું સ્પષ્ટતા થાય છે તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT