ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:31 PM, 10 October 2026
ADVERTISEMENT
CJP Protest: દિલ્હીમાં સીજેપીના વિરોધ પ્રદર્શન પહેલા AISA રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાની અટકાયત કરવામાં આવી હતી. તેમણે કહ્યું, "હું કસ્ટડીમાં છું, પણ આંદોલન ચાલુ છે." તેમણે લોકોને સફદરજંગ ફ્લાયઓવર અને શ્રી અરવિંદો માર્ગ પર પહોંચીને પોતાનો વિરોધ ચાલુ રાખવા અપીલ કરી છે.
ADVERTISEMENT
દિલ્હીમાં જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલા પોલીસે AISA રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાની અટકાયત કરી છે. સીજેપીના સ્થાપકો અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાને પણ પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શન પહેલા દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
https://twitter.com/i/status/2108851089911206336
ADVERTISEMENT
અટકાયત બાદ નેહા બોરાએ કહ્યું, "હું કસ્ટડીમાં છું, પણ આંદોલન ચાલુ છે." તેમણે લોકોને સફદરજંગ ફ્લાયઓવર પર પહોંચવાની અપીલ કરી. નેહા બોરાએ કહ્યું કે જો કોઈને રોકવામાં આવે તો તેઓએ ત્યાં બેસીને અડગ રહેવું જોઈએ.
શ્રી અરવિંદો માર્ગ અને સફદરજંગ નજીક અટકાયતમાં લેવાયેલા લોકોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ત્યાં એક બસમાં ઘણા સાથીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, અને હજારો પ્રદર્શનકારી બસની નજીક એકઠા થયા હતા. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ જ્યાં અટકાયતમાં હતા ત્યાં જાય અને પ્રદર્શન શરૂ કરે.
ADVERTISEMENT
2,000 લોકોની અટકાયત
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન શનિવારે સવારથી સાવચેતીના પગલા તરીકે લગભગ 2,000 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં લોદી એસ્ટેટની બહાર અટકાયતમાં લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દરમિયાન, ભૂતપૂર્વ સાંસદ સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના પાંચ અન્ય નેતાઓને દિલ્હીમાં તેમના નિવાસસ્થાનોની બહાર અટકાયતમાં લેવામાં આવ્યા છે. ગોખલેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ અને CRPF એ મમતા બેનર્જી અને અન્ય પાંચ લોકોને કેદી વાહનમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.
સાકેત ગોખલેએ આ કાર્યવાહીને ભારતમાં લોકશાહીનું મૃત્યુ ગણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સીજેપીના પ્રદર્શન વચ્ચે આ ઘટના બની છે. મમતા બેનર્જીએ અગાઉ વિરોધ પ્રદર્શનમાં જોડાવાનો સંકેત આપ્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ જંતર-મંતર / VIDEO : દિલ્હીમાં પગ મૂકતાં જ અભિજિત દીપકેની થઈ અટકાયત, વિમાનમાંથી ઉતારીને બસમાં બેસાડીને લઈ જવાયા
ADVERTISEMENT
સંબિત પાત્રાએ પ્રદર્શન પર નિશાન સાધ્યું
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ભારતનું સાચું ચિત્ર રજૂ કરતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારી રાજધાનીને બંધક બનાવવા અને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભાજપના સાંસદે કહ્યું, "અરાજકતાવાદીઓ આજે નિષ્ફળ ગયા." તેમણે આરોપ લગાવ્યો કે ઉશ્કેરણી અને સડક પર અથડામણો દ્વારા વાતાવરણને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT