ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવે ટપાલમાં ઘરે જ આવી જશે ટ્રાફિકનો ઈ-મેમો, સાયબર ફ્રોડ અટકાવવા લેવાયો નિર્ણય

નિર્ણય / હવે ટપાલમાં ઘરે જ આવી જશે ટ્રાફિકનો ઈ-મેમો, સાયબર ફ્રોડ અટકાવવા લેવાયો નિર્ણય

Published By: Hiralal Parmar

Last Updated: 10:47 AM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક મેમોમાં સાયબર ફ્રોડ અટકાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. હવેથી ટપાલમાં ઘરે જ ટ્રાફિકનો ઈ-મેમો મોકલી આપવામાં આવશે.

ADVERTISEMENT

ગુજરાત ટપાલ વિભાગ અને પોલીસ વચ્ચે એક મહત્વનો કરાર થયો છે. આ કરાર અંતર્ગત હવે ટ્રાફિક ઈ-મેમો પ્રિન્ટ કરીને 'એકનોલેજમેન્ટ ડ્યુ' સ્પીડ પોસ્ટ સેવા દ્વારા વાહનચાલકના રજિસ્ટર્ડ સરનામે મોકલવામાં આવશે. તે ઉપરાંત પોસ્ટ ઓફિસમાં જ ઈ-ચલણ ભરવાની સુવિધા પણ શરુ કરવામાં આવશે.

કેમ લેવાયો નિર્ણય?

આજકાલ ટ્રાફિક ઈ-મેમોને નામે સાયબર ફ્રોડ ચાલી રહ્યો છે. ઠગબાજો વાહનચાલકોને ડરાવવા અને તેમના બેંક ખાતા ખાલી કરવા માટે નકલી મેસેજ અને લિંક્સનો ઉપયોગ કરે છે. તમને તમારા મોબાઈલ પર એક મેસેજ આવે છે, જેમાં લખ્યું હોય છે કે તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તમારો દંડ બાકી છે આવું કહીને ફ્રોડ કરવામાં આવે છે. ઠગબાજો તમને લિંક પણ મોકલે છે. લિંક પર ક્લિક કરતા જ કોઈ નકલી એપ્લિકેશન (Apk ફાઇલ) ડાઉનલોડ થઈ જાય છે અથવા નેટ બેંકિંગ/કાર્ડની વિગતો અને OTP માંગવામાં આવે છે. તેના દ્વારા સ્કેમર્સ તમારા ફોનનો એક્સેસ મેળવીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

વધુ વાંચો : વાંધાજનક ફોટો વાયરલ થતાં વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવાનો કર્યો પ્રયાસ, રાજકોટની મારવાડી કોલેજ ફરી વિવાદમાં

ટાઈમસર ઈ-મેમો ભરી દેવો જોઈએ

સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ, જો સમયસર ઈ-મેમોનો દંડ ભરવામાં નહીં આવે તો વાહન જપ્ત થઈ શકે છે, તેમજ આરસી બુક (RC), પીયુસી (PUC) અને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ જેવી RTO સેવાઓ અટકાવી દેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

traffic memo traffic memo news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ