ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કિર્તીદાન ગઢવીના 'પરંપરા' નવરાત્રીના ડોમનો ભાગ ધરાશાયી, 2 શ્રમિકો ઘાયલ

Navratri 2026 / કિર્તીદાન ગઢવીના 'પરંપરા' નવરાત્રીના ડોમનો ભાગ ધરાશાયી, 2 શ્રમિકો ઘાયલ

Published By: Vishal Khamar

Last Updated: 11:09 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ ગરબા પહેલાં AC ડોમ ધરાશાયી થયો. એક શ્રમિકને સામાન્ય ઈજા પહોંચી. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના છે.

ADVERTISEMENT

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ ગરબા માટે તૈયાર કરવામાં આવેલો AC ડોમ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. 11 ઓક્ટોબરથી ગરબાનો પ્રારંભ થવાનો હોવાથી સ્થળ પર અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ડોમનો એક તરફનો ભાગ સંપૂર્ણપણે બેસી ગયો હતો. ઘટનામાં એક શ્રમિકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

બે મહિનામાં તૈયાર થયેલો ડોમ અચાનક ધરાશાયી

મળતી માહિતી મુજબ, નવરાત્રિ આયોજન માટે છેલ્લા બે મહિનાથી AC ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. ડોમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હતું અને લાઇટિંગ સહિતની જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. જોકે, કેટલાક શ્રમિકો સ્થળ પર કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ડોમનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાટમાળમાં કોઈ વ્યક્તિ ફસાઈ હોવાની જાણ મળી નહોતી, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

12 હજાર લોકોની ક્ષમતાવાળું ભવ્ય આયોજન

કીર્તિદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ ગરબાનું આયોજન અંદાજે 9 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ સ્થળે એકસાથે આશરે 12 હજાર લોકો ગરબા નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હતી. ગરબા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ડોમ ધરાશાયી થવાની ઘટનાએ આયોજકોની મુશ્કેલી વધારી છે. આગામી બે દિવસમાં ડોમ ફરીથી તૈયાર થઈ શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. પરિણામે ગરબાના આયોજન અને નિર્ધારિત શેડ્યૂલ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગની મંજૂરી અને NOC બાકી

ફાયર સ્ટેશન ઓફિસર વિષ્ણુ દેસાઈના જણાવ્યા અનુસાર, કીર્તિદાન ગઢવીના ગરબા આયોજનમાં ડોમ ધરાશાયી થયાની જાણ મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે જણાવ્યું કે ડોમનો એક તરફનો ભાગ સંપૂર્ણપણે બેસી ગયો હતો અને એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે અને આ આયોજન માટે અરજી કરવામાં આવી હતી. જોકે, કામગીરી પૂર્ણ થઈ ન હોવાથી મંજૂરી આપવામાં આવી નહોતી. સ્થળનું કામ પૂર્ણ થયા બાદ જ પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરી શકાય છે, જેના આધારે ફાયર વિભાગ દ્વારા NOC આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે આયોજકો પાસેથી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લેખિત બાંહેધરી લેવામાં આવતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર અને NOC આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ હર્ષ સંઘવીનો આડકતરો ઈશારો, 2030 સુધી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રહેશે, કહ્યું 2030માં...

મોટી દુર્ઘટના ટળી

ડોમ ધરાશાયી થયો ત્યારે સ્થળ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા. સદનસીબે, પ્રાથમિક અહેવાલ મુજબ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જોકે, ગરબા શરૂ થવાના ગણતરીના દિવસો પહેલાં બનેલી આ ઘટનાએ કામદારોની સુરક્ષા, ટેમ્પરરી સ્ટ્રક્ચરની મજબૂતી અને ફાયર સેફ્ટીની મંજૂરી અંગે સવાલો ઊભા કર્યા છે. હવે ડોમનું પુનઃબાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થાય છે અને ‘પરંપરા’ નવરાત્રિ ગરબાનું આયોજન નિર્ધારિત તારીખે શરૂ થઈ શકશે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gopal Farm Ahmedabad Parampara Garba Ahmedabad Ahmedabad Navratri 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ