ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હી બન્યું છાવણી: CJPના વિરોધ પ્રદર્શનને પગલે ઇન્ટરનેટ ઠપ, ટ્રેનો રદ અને 26000થી વધુ જવાનો તૈનાત

નેશનલ / દિલ્હી બન્યું છાવણી: CJPના વિરોધ પ્રદર્શનને પગલે ઇન્ટરનેટ ઠપ, ટ્રેનો રદ અને 26000થી વધુ જવાનો તૈનાત

Published By: Nirav Kumar

Last Updated: 09:11 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CJP ના જંતર-મંતર પ્રદર્શનને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા અને ઇન્ટરનેટ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. જેથી CJPએ સરકાર પર Gen-Zના ડર અને ઈમરજન્સી જેવા હાલત ઊભા કરવાના આરોપ લગાવ્યા છે.

ADVERTISEMENT

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ શનિવારે જંતર-મંતર પર મોટા પ્રદર્શનનું એલાન કર્યું છે. સંગઠન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે અને મતદાર યાદીના સ્પેશીયલ રીવીઝનમાં અનિયમિતતાના આરોપો લગાવી રહ્યું છે. જોકે દિલ્હી પોલીસે આ પ્રદર્શનની પરમિશન આપી નથી. આને કારણે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ કડક કરવામાં આવી છે. જેમાં દિલ્હી શહેરને લગભગ કિલ્લા જેવું બનાવી દેવામાં આવ્યું છે.

આ અંગે CJPના સ્થાપક અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે સરકાર Gen-Z યુવાનોના પ્રદર્શનથી ડરી ગઈ છે અને દેશમાં ઈમરજન્સી જેવા હાલત ઊભા કરી દીધા છે. તેમને નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર 10 ઓક્ટોબરે સવારે ચારથી બપોરે બે વાગ્યા સુધી અનેક ટ્રેનો રદ કરવાની પણ ટીકા કરી.

દીપકેએ સરકારને પડકાર આપતા કહ્યું કે, જો ઇચ્છે તો તેમને ધરપકડ કરી લે પણ કાર્યકર્તાઓ પોતાની યોજના પર કાયમ છે. CJPના સૌરવ દાસે પણ હાલની પરિસ્થિતિની સરખામણી ઈમરજન્સી સાથે કરી અને કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે કે ઘરમાં નજરબંધ રાખવામાં આવ્યા છે.

આ સિવાય સૌરવ દાસે એવું પણ ટવીટ કર્યું હતું કે, "હેલો ઈન્ડિયા આપણે ઈમરજન્સી હેઠળ છીએ. ભારત સરકાર પોતાના જ યુવાન નાગરિકો સામે યુદ્ધ લડી રહી છે. પણ યાદ રાખજો, યુવા પેઢી જીતશે. 10 ઓક્ટોબરથી દિલ્હીમાં મળીશું. જીતીશું!."

આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે નવી દિલ્હીના જનપથ-કર્તવ્ય પથ ક્રોસિંગના ચાર કિલોમીટરના વર્તુળમાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવાની મંજૂરી આપી છે. 9 ઑક્ટોબરે રાત્રે દસથી 10 ઓક્ટોબરે રાત્રે દસ સુધી મોબાઇલ ઇન્ટરનેટની બધી ટેક્નોલોજી પર પ્રતિબંધ લાગુ રહેશે. એરટેલ, વોડાફોન-આઇડિયા, જિઓ અને એમટીએનએલને આ આદેશ અમલમાં મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય ટેલિકોમ અધિનિયમ 2023 અને સંબંધિત નિયમો હેઠળ લેવાયો છે.

દિલ્હી પોલીસે ઉચ્ચ સ્તરીય બેઠક કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. જેમાં 26 હજારથી વધુ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની અતિરિક્ત તૈનાતી કરવામાં આવી છે અને અનેક મેટ્રો સ્ટેશન બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. લગભગ 221 કંપનીઓ CAPF દિલ્હી પોલીસને ઉપલબ્ધ કરાવ્યા છે. કુલ હજારો પોલીસ કે પેરામિલિટરી તૈનાત કરવામાં આવ્યા છે.

જેમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જંતર-મંતર પર કોઈ પણ પ્રકારના અનધિકૃત ભેગા થવાને મંજૂરી નથી અને લોકોને આવા કાર્યક્રમોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. વિસ્તારમાં પહેલેથી જ નિષેધાત્મક આદેશ અમલમાં છે.

સરકાર દ્વારા પ્રોટેસ્ટને લઇ તૈયારીઓ

ડિટેન્શન સેન્ટર્સ તૈયાર, હોટલ-ગેસ્ટ હાઉસ-OYO જેવી જગ્યાઓ પર નવી બુકિંગ પર પ્રતિબંધ કે નિયંત્રણ લગાવ્યા છે. એપ-આધારિત કેબ્સ પર પ્રતિબંધની પણ ચર્ચા થઇ રહી છે. નવી દિલ્હી જિલ્લામાં Section 163 BNSS હેઠળ પ્રતિબંધક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. 5 કે તેથી વધુ લોકોની સભા, મોરચા, ધરણા વગેરે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈપણ અનધિકૃત ભેગ થવું ગેરકાયદેસર ગણાશે અને કાર્યવાહી થઈ શકે છે.

વધુ વાંચો : ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના તમામ 10 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા, ભાજપના 8 અને સપાના 2 સાંસદો સામેલ

નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર આવતી મેઇલ-એક્સપ્રેસ ટ્રેનો જેમાં ખાસ કરીને 10 ઓક્ટોબરે સવારથી બપોર સુધીની રદ કે રોકાઈ હોવાના એહવાલ છે. જેમાં રાજસ્થાન, હરિયાણા, યુપી વગેરેથી આવતી ઘણી ટ્રેનો અસરગ્રસ્ત થઇ હોવાનું કહેવાઈ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે પણ ઉઠાવ્યો વાંધો

આ સિવાય 9 ઓક્ટોબર સાંજે 9 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ ગેટ્સ બંધ કે પ્રતિબંધિત લગાવાયો છે. ટ્રેન ફ્રિક્વન્સી ઘટાડવાની યોજના છે. જેમાં સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ બંધી પર વાંધો ઉઠાવ્યો હતો. જેમાં રોડ બેરિકેડિંગ, મુખ્ય રસ્તાઓ પર અવરોધ, 37 બ્લોકિંગ પોઈન્ટ્સ, બોર્ડર્સ સીલ કરયા છે, બોર્ડર પર BSF તૈનાત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vote Chori Emergency situation CJP protest

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ