ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના વેપારીએ 14 હજારનો માલ મંગાવ્યો, બોક્સમાંથી નીકળ્યો લાકડાનો ભુક્કો, આંતરરાજ્ય ઠગ ટોળકીની ધરપકડ

પર્દાફાશ / સુરતના વેપારીએ 14 હજારનો માલ મંગાવ્યો, બોક્સમાંથી નીકળ્યો લાકડાનો ભુક્કો, આંતરરાજ્ય ઠગ ટોળકીની ધરપકડ

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 09:06 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભોળા વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ઠગ ટોળકીનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે.

ADVERTISEMENT

સુરતની અડાજણ પોલીસે ઝડપી પાડેલ આરોપી સતિષ ગેહલોતે અડાજણની ભગવતી ટ્રેડર્સમાં જઈ સેલ્સમેન તરીકે ઓળખ આપી મચ્છર દવાનું સેમ્પલ આપ્યું હતું. ત્યારબાદ તેનો સાગરીત રામક્રિષ્ણ પાટીલ ગ્રાહક બનીને આવ્યો અને આ જ દવાનો મોટો ઓર્ડર આપી ડિપોઝીટ આપી હતી. મોટી કમાણીની લાલચમાં વેપારીએ રૂ14,000નો માલ ખરીદ્યો પરંતુ બોક્સમાંથી માત્ર લાકડાનો ભુક્કો નીકળ્યો હતો.

પોલીસે અટકાયત કરેલા આરોપીઓમાં મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરનો વતની સતિષ ગેહલોદ અને મહારાષ્ટ્રના જલગાંવનો વતની રામક્રિષ્ણ પાટીલ સામેલ છે. આ બંને ભેજાબાજો પોતાના વ્યવસાયની આડમાં છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતા હતા. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન રૂ 22,000થી વધુની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.

લખધીરસિંહ ઝાલા ( DCP સુરત પોલીસ)

આ જોડીએ અડાજણ ઉપરાંત વરાછાની શ્રી શ્યામ નોવેલ્ટી પાસેથી ₹11,250 તેમજ ભરૂચ અને અંકલેશ્વરમાંથી ₹18,000 ખંખેરી લીધા હતા. તેમણે સચિન, પાંડેસરા અને સેલવાસ સુધી પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. અલગ-અલગ 8 વેપારીઓને માલ પધરાવ્યા બાદ તેઓ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા.ડીસીપી લખધીર સિંહ ઝાલાએ જણાવ્યું કે ચંદનસિંહ રાજપુરોહિતની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી સતીશ અને રામકૃષ્ણને પકડી પાડ્યા છે.

આ પણ વાંચોઃ મમતા મરી પરવારી, પંચમહાલમાં માતા-પિતાએ જ માસૂમ દીકરીના જીવનનો અંત આણ્યો

આરોપીઓ સેમ્પલ આપ્યા બાદ મોટો ઓર્ડર મેળવી સસ્તા કે ખરાબ પ્રોડક્ટ પધરાવી દેતા હતા. અંકલેશ્વર, ભરૂચ અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં 8 વેપારીઓ સાથે છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satish Gehlot Surat crime news Adajan police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ