ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાહિત્ય જગતને ખોટ, જાણીતાં ગુજરાતી નવલકથાકાર ઇલા આરબ મહેતાનું અવસાન, ‘બત્રીસ પૂતળીની વેદના’ ખૂબ ફેમસ

દુખદ / સાહિત્ય જગતને ખોટ, જાણીતાં ગુજરાતી નવલકથાકાર ઇલા આરબ મહેતાનું અવસાન, ‘બત્રીસ પૂતળીની વેદના’ ખૂબ ફેમસ

Published By: Hiralal Parmar

Last Updated: 12:24 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી સાહિત્ય જગતને એક મોટી ખોટ પડી છે. જાણીતા નવલકથાકાર ઈલા આરબ મહેતાનું મુંબઈમાં અવસાન થયું છે.

ADVERTISEMENT

ગુજરાતી સાહિત્યના 'નારી રત્ને' ચીરવિદાય લીધી છે. જાણીતા નવલકથાકાર ઈલા આરબ મહેતાનું અવસાન થતાં સાહિત્ય જગતમાં શોક છવાયો હતો. તેઓ જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી અને લેખિકા વર્ષા અડાલજાનાં મોટાં બહેન હતા. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિવંગત ઇલા આરબ મહેતાના અંતિમ સંસ્કાર 7 ઓક્ટોબર 2016ના રોજ બપોરે 12.30 વાગ્યે સાંતાક્રુઝ હિન્દુ શ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. તેઓ પુત્ર, પુત્રી સહિતના પરિવારના બીજા સભ્યોને પાછળ છોડતા ગયા છે.

કોણ કોણ છે પરિવારમાં?

પરિવારમાં પુત્ર ડૉ. સલિલ, પુત્રી સોનાલી તથા પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. તેમના અવસાનથી સાહિત્ય જગતને એક ઊંડી ખોટ પડી છે. તેઓ તેમની પાછળ પરિવાર સહિત સાહિત્યનો જગતનો સમૃદ્ધ વારસો છોડતા ગયા છે.

ઇલા આરબ મહેતાનું જીવન ઝરમર

ઇલા આરબ મહેતાનો જન્મ 23 જૂન 1938ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ મૂળ જામનગરનાં હતાં. ઇલા આરબ મહેતાએ રૂઇયા કૉલેજમાંથી બી.એ. અને ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો તથા મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકેની સેવા આપી હતી. તેમને પિતા ગુણવંતરાય આચાર્ય પાસેથી સાહિત્યનો વારસો મળ્યો હતો.

ઇલા આરબ મહેતાની જાણીતી કૃતિઓ કઈ કઈ?

જાણીતી કૃતિઓમાં ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘રાધા’, ‘થીજેલો આકાર’, ‘એક હતા દીવાનબહાદુર’, `બત્રીસ લક્ષો`, ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’, ‘પરપોટાની પાંખ’, `વારસદાર`, `આવતી કાલનો સૂરજ`, `મૃત્યુ`, `દરિયાનો માણસ`, `વસંત છલકે`, `નાગ પરીક્ષા`, `ધ ન્યૂ લાઇફ`, `ઝીલી મેં કુંપળ હથેળીમાં` અને વાર્તાસંગ્રહ ‘એક સિગારેટ, એક ધૂપસળી’ સહિતની બીજી કૃતિઓ સામેલ છે.

આ પણ વાંચો : ''શું આ પોલીસના બાપની પેઢી છે?'', પોસ્ટર વૉર વચ્ચે વિફર્યા સાંસદ ગેનીબેન ઠાકોર

ઈલા આરબ મહેતાની આઠ નવલકથાઓ નારી કેન્દ્રીત

ઈલા આરબ મહેતાની આઠ નવલકથાઓ નારી કેન્દ્રીત રહી છે. નારી પ્રત્યેની તેમની વિચારધારા બીજાથી સાવ નોખી તરી આવે છે. રાધા', 'આવતીકાલનો સુરજ', 'બત્રીસ પૂતળીની વેદના', 'પરપોટાની આંખ', 'પાંચ પગલા પૃથ્વી પર', 'ધ ન્યુ લાઈફ', 'ઝીલી મેં કૂંપળ હથેળીમાં' - આ બધી જ કૃતિઓમાં ઈલા આરબ મહેતા સ્ત્રી પાત્રોને મુખ્ય સ્થાને સમાજમાં સ્ત્રીને થતા અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ila arab mehta DEATH gujarati novelist ila arab mehta ila arab mehta

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ