ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં નિર્ણય, કડાણા ડેમમાંથી 5,500 ક્યુસેક પાણી છોડાશે
Last Updated: 06:34 PM, 9 October 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને તેમના ઉભા પાકને નુકસાનથી બચાવી શકાય તે હેતુથી કડાણા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહી કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા સિંચાઈનું પાણી પૂરું પાડવાનો કિસાન હિતલક્ષી નિર્ણય. મુખ્યમંત્રીશ્રીના આ સંવેદન સ્પર્શી નિર્ણય અનુસાર આવતીકાલ તા.10 ઓક્ટોબર, 2026થી જ કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરીને ખેડા અને આણંદ તાલુકાના આશરે 80 હજાર હેક્ટરમાં ખરીફ પાકને 198 મિલિયન ઘન મીટર પાણી આપવામાં આવશે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળશે.
— CMO Gujarat (@CMOGuj) October 9, 2026
કુલ 198 મિલિયન ઘન મીટર પાણી છોડવામાં આવશે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, કડાણા ડેમમાંથી કુલ 198 મિલિયન ઘન મીટર પાણી છોડવામાં આવશે. આ પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને શરૂઆતમાં પ્રતિ સેકન્ડ 5,500 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
ADVERTISEMENT
80 હજાર હેક્ટર પાકને મળશે ફાયદો
કડાણા ડેમમાંથી પાણી છોડવાના આ નિર્ણયથી ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોને મોટો લાભ થવાની શક્યતા છે. બંને જિલ્લાના અંદાજે 80 હજાર હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને સિંચાઈ માટે પાણી મળી રહેશે. ખાસ કરીને પાણીની જરૂરિયાત ધરાવતા પાકને સમયસર સિંચાઈ મળી રહેતાં ખેડૂતોને મોટી રાહત મળશે.
ADVERTISEMENT
ખેડૂતોના ઉભા પાકને મળશે જીવનદાન
ખેતીમાં સમયસર સિંચાઈનું પાણી મળવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કડાણા ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત થતાં ખેડૂતોને પાક બચાવવામાં મદદ મળશે અને ખેતીના ઉત્પાદન પર પણ સકારાત્મક અસર થવાની આશા છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાવાની શક્યતા છે. સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વધતાં ખેડૂતોને ઉભા પાકની સંભાળ રાખવામાં મદદ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.