ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / રાષ્ટ્રપતિને મળ્યા બાદ હવે CJI ને મળશે INDIA ગઠબંધનના નેતાઓ, રાહુલ ગાંધીએ કહ્યું- રાષ્ટ્રપતિએ માંગ્યા પુરાવા
Last Updated: 10:20 PM, 9 October 2026
ADVERTISEMENT
દેશની ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી સંસ્થાઓ અંગે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે INDIA ગઠબંધનના અગ્રણી નેતાઓએ દેશના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ મુલાકાત બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે વિપક્ષી ગઠબંધન હવે આ જ મુદ્દે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત સાથે પણ મુલાકાત કરવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
I just sat in quite an unbelievable meeting with the President of India. We presented our memorandum to her outlining PM Modi and HM Amit Shah’s gross subversion of India’s electoral system and seeking CEC Gyanesh Kumar’s resignation. I was shocked that the President did not deny Vote Chori. Instead, she asked us to bring her proof. We will bring her a mountain of it. The INDIA bloc will gladly submit every piece of evidence before her. We welcome her assurance that she will examine the matter and take action.
— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2026
ADVERTISEMENT
મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ સાથેની તેમની વાતચીત સકારાત્મક રહી હતી અને રાષ્ટ્રપતિએ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા 'વોટ ચોરી'ના આરોપોને ફગાવી દીધા નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "આખો દેશ જાણે છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મળીને આ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિજીએ એવું નથી કહ્યું કે આવું નથી થઈ રહ્યું, તેમણે અમારી પાસે આ અંગેના પુરાવા માંગ્યા છે અને અમે તેમને તમામ પુરાવા સોંપીશું."
ADVERTISEMENT
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માહિતી આપતા જણાવ્યું કે ગઠબંધન તરફથી રાષ્ટ્રપતિને એક વિસ્તૃત જ્ઞાપન (Memorandum) સોંપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, "અમે દેશની વર્તમાન પરિસ્થિતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગેની અમારી ચિંતાઓથી રાષ્ટ્રપતિજીને અવગત કરાવ્યા છે. અમે દેશમાં ફરીથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ પણ રાખી છે. રાષ્ટ્રપતિજીએ અમારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી છે."
ADVERTISEMENT
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ પણ મુલાકાત બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાષ્ટ્રપતિનું વલણ સકારાત્મક હતું. તેમણે ઉમેર્યું કે ગઠબંધનના તમામ ઘટક પક્ષો લોકશાહી બચાવવાના આ મુદ્દા પર સંપૂર્ણપણે એકજૂથ છે. આ મહત્વપૂર્ણ મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત INDIA ગઠબંધનના અનેક અગ્રણી અને સીનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ