ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વાંધાજનક ફોટો વાયરલ થતાં વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવાનો કર્યો પ્રયાસ, રાજકોટની મારવાડી કોલેજ ફરી વિવાદમાં

રાજકોટ / વાંધાજનક ફોટો વાયરલ થતાં વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવાનો કર્યો પ્રયાસ, રાજકોટની મારવાડી કોલેજ ફરી વિવાદમાં

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 10:31 AM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં બદનામ થયેલી મારવાડી કોલેજ વધુ એક વાર વિવાદમાં આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

રાજકોટમાં ફરી એક વખત મારવાડી કોલેજ આવી વિવાદમાં આવી છે. 2 આપઘાતનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક વિદ્યાર્થીનીએ અત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી. કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીનો વાંધાજનક ફોટો વાયરલ થતાં તેણે જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થીની અંતિમ પગલું ભરવા કેમ મજબૂર?

વિધાર્થીનીનો એડિટ કરેલો વાંધાજનક ફોટો વાયરલ થયો હતો. ફોટોમાં આપત્તિજનક ચેડા કરી વાયરલ થતા વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આશંકા છે કે બોયફ્રેન્ડ અને તેના મિત્રે વિદ્યાર્થીનીનો વાંધાજનક ફોટો બનાવીને વાયરલ કર્યો હતો.

વધુ વાંચો : કોકરોચ પાર્ટીના જંતર-મંતર પ્રદર્શન પહેલા પોલીસનું મોટું એક્શન, રીઢા ગુનેગારોની કરી અટકાયત

મારવાડી કોલેજમાં 2 વિદ્યાર્થીના આપઘાત

ઉલ્લેખનીય છે કે રાજકોટની મારવાડી કોલેજમાં 2 વિદ્યાર્થીઓ આપઘાત કરી ચૂક્યા છે. યુનિવર્સિટીમાં એક સપ્તાહમાં વિદ્યાર્થીના આપઘાતની બીજી ઘટના સામે આવી હતી. 25 સપ્ટેમ્બરની સવારે મૂળ આંધ્રપ્રદેશના અને કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ