ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલમાં બીજી દીકરીનો જન્મ થયો તો દંપતિએ પ્લાસ્ટિકની થેલીમાં ઈંટો સાથે બાંધી તળાવમાં ફેંકીને હત્યા કરી

ક્રાઈમ / પંચમહાલમાં બીજી દીકરીનો જન્મ થયો તો દંપતિએ પ્લાસ્ટિકની થેલીમાં ઈંટો સાથે બાંધી તળાવમાં ફેંકીને હત્યા કરી

Published By: Hiralal Parmar
Reported By: Vivek Suthar

Last Updated: 07:00 AM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક દંપતિએ તેની નવજાત બાળકીની હત્યા કરીને તળાવમાં ફેકી દેતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

પંચમહાલ જિલ્લાના હાલોલમાંથી ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલોલના ગઢ મહુડા ગામ નજીક આવેલી ભુરી તલાવડીમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન સામે આવ્યું કે ઘોઘંબા તાલુકાના પરોલી ગામના દંપતી સુરેશ રાઠવા અને સંગીતાબેન રાઠવાએ પોતાના ઘટે બીજી દીકરીનો જન્મ થયો હોવાના કારણે તેને ત્યજી દેવા નું નક્કી કર્યું હતું .

પ્લાસ્ટિકની થેલીમાં બાળકી સાથે ઈંટો બાંધી તેને તળાવમાં ફેંકી

આરોપ છે કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સુરેશ અને સંગીતા નવજાત બાળકીને પોતાની સાથે લઈ ગયા અને ગઢ મહુડા ગામની તલાવડી પાસે પહોંચ્યા જ્યાં પ્લાસ્ટિકની થેલીમાં બાળકી સાથે ઈંટો બાંધી તેને તળાવમાં ફેંકી મોત ને ઘાટ ઉતારી હતી.જે બાળકી માટે માતા-પિતા દુનિયાનો પ્રથમ સહારો બનવાના હતા, એ જ માતા-પિતા તેની જિંદગીના દુશ્મન બની ગયા

ઘટનાનો ખુલાસો ક્યારે થયો?

આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે હાલોલ તાલુકાના ગમીરપુરા ગામના નરેશ પરમાર ગઢ મહુડા ખાતે આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા.દરમિયાન તેઓ તળાવમાં હાથ-પગ ધોવા ગયા ત્યારે પાણીમાં એક પ્લાસ્ટિકની થેલી દેખાઈ.થેલીમાંથી નવજાત બાળકનો હાથ દેખાતા અને દુર્ગંધ આવતા સમગ્ર મામલો શંકાસ્પદ લાગ્યો.જે બાદ તેમણે તરખંડા ગામના સરપંચને જાણ કરી અને સરપંચ દ્વારા હાલોલ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી પોલીસે સ્થળ પર પહોંચી તળાવમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા પંચમહાલ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ પાંચ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો : ગાંધીનગરમાં પ્રેમિકા સાથે મળીને પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ, લાઈબ્રેરીમાં પ્રેમમાં પડતાં પત્નીનો કાઢ્યો કાંટો

તળાવમાંથી મળેલી ગોદડી બની મહત્વની કડી

પોલીસ તપાસમાં સૌથી મહત્વની કડી બની તળાવમાંથી મળેલી એક ગોદડી.આ ગોદડી ઉપર ઘોઘંબાની મેટરનિટી હોસ્પિટલનું નામ લખેલું હતું.જેના આધારે પોલીસે ઘોઘંબા વિસ્તારની તમામ મેટરનિટી હોસ્પિટલોમાં છેલ્લા એક અઠવાડિયામાં જન્મેલા બાળકોની માહિતી મેળવવાની શરૂઆત કરી.આ તપાસ દરમિયાન પરોલી ગામના સુરેશ રાઠવા અને તેમની પત્ની સંગીતાબેન શંકાના ઘેરામાં આવ્યા.શરૂઆતમાં બંનેએ પોલીસ સમક્ષ ઘટનાથી અજાણ હોવાનો દાવો કર્યો.પરંતુ પોલીસે કડક પૂછપરછ કરતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠ્યો…પોલીસ સમક્ષ બંનેએ કબૂલાત કરી કે તેમને અગાઉ એક દીકરો અને એક દીકરી છે અને ત્રીજી વખત દીકરીનો જન્મ થતા તેને રાખવા માંગતા નહોતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panchmahal crime news Panchmahal crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ