ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ટ્રેન કેન્સલ-મેટ્રો સ્ટેશન બંધ, ઈન્ટરનેટ થયું ઠપ, CJP પ્રોટેસ્ટ પહેલાં દિલ્હીની ચારેબાજુ ઘેરાબંધી કરી
Last Updated: 12:36 AM, 10 October 2026
ADVERTISEMENT
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીના SIR મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે યોજાનારા પ્રદર્શનને પગલે સમગ્ર નવી દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી પોલીસે પ્રદર્શન માટેની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ છતાં, સંભવિત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે રાજધાનીમાં ચૌતરફી કિલ્લેબંધી કરી દીધી છે, જેની સીધી અસર ટ્રાફિક, મેટ્રો, રેલવે સેવાઓ, બજારો અને શાળાઓ પર પડી રહી છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Security tightened and barricades put in place at Badarpur border area ahead of the October 10 protest. https://t.co/gOJFclCrnT
— ANI (@ANI) October 9, 2026
ADVERTISEMENT
દિલ્હી પોલીસ દ્વારા નવી દિલ્હી, સેન્ટ્રલ દિલ્હી અને સરહદી વિસ્તારોમાં 20,000 થી વધુ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જંતર-મંતર, જનપથ, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ હેડક્વાર્ટર આસપાસના 1.5 km ના વિસ્તારને અતિ સંવેદનશીલ જાહેર કરી ત્યાં જ 6,500 થી વધુ જવાનોને તૈનાત કરાયા છે.
નવી દિલ્હી જિલ્લાને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોનની કમાન IPS સ્તરના અધિકારીઓને સોંપાઈ છે. અટકાયત કરાયેલા આંદોલનકારીઓને રાખવા માટે 12 અસ્થાયી ડિટેન્શન સેન્ટરો (કાચી જેલો) તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે 300 થી વધુ વધારાના CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Security tightened and barricades put in place at Kalindi Kunj ahead of the October 10 protest. https://t.co/VltbIy05aw
— ANI (@ANI) October 9, 2026
ADVERTISEMENT
દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ બોર્ડર પર કડક તપાસ શરૂ કરી દેવાઈ છે. ચિલ્લા બોર્ડર પર નોઇડા અને દિલ્હી પોલીસ સાથે BSF ના જવાનો તૈનાત કરાયા છે. RCC બેરિકેડ્સ મૂકીને દરેક શંકાસ્પદ વાહનની તપાસ થઈ રહી છે. કાલિંદી કુંજથી સરિતા વિહાર માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
Delhi Police releases a press release on the protest in Delhi tomorrow. "... The circumstances surrounding the protests held at Jantar Mantar in July must be taken into consideration. Permission had reportedly been granted for a one-day protest, but the gathering continued for approximately a month. During this period, more than 200 police personnel were injured, and over 2,000 individuals with criminal antecedents reportedly participated in the protests, contributing to incidents of violence. As the situation escalated, clashes occurred, resulting in injuries to innocent students as well... The same group is now seeking to assemble at the same location again. In view of the previous experience, adequate arrangements to ensure public safety and maintain law and order are essential before any such gathering can be permitted. Further, reports of the molestation and assault of women constables of Delhi Police by individuals participating in protests at Jantar Mantar during the past week are a matter of grave concern and are being taken seriously..." reads the press release
— ANI (@ANI) October 9, 2026
ADVERTISEMENT
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ સુરક્ષા એજન્સીઓની સલાહ બાદ સંશોધિત યાદી જારી કરીને 45 મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ 9 October રાત્રે 9:00 વાગ્યાથી 10 October સાંજે 6:00 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. રાજીવ ચોક, કેન્દ્રીય સચિવાલય, પટેલ ચોક, નવી દિલ્હી, મંડી હાઉસ, આઈટીઓ, ચાંદની ચોક, કશ્મીરી ગેટ, હોજ ખાસ અને લાજપત નગર જેવા પ્રમુખ સ્ટેશનો પર મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. નવી દિલ્હી સ્ટેશન પર ઇન્ટરચેન્જ સુવિધા પણ બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત NCRTC દ્વારા સરાઈ કાલે ખાં અને ન્યૂ અશોક નગર નમો ભારત સ્ટેશનો પણ બંધ રખાયા છે.
ADVERTISEMENT
जंतर मंतर प्रोटेस्ट – जनपथ मेट्रो स्टेशन के पास इकट्ठा कुछ लड़कों को दिल्ली पुलिस ने भगा दिया। बेरिकेड के पास भी पुलिस किसी को खड़े नहीं होने दे रही। कई बार तो मीडियाकर्मी भी इसके शिकार हो रहे हैं। https://t.co/Z5ftjFnHc8
— Sachin Gupta (@Sachingupta) October 9, 2026
રેલવે સેવાઓ પર પણ આ આંદોલનની વ્યાપક અસર પડી છે. ઉત્તર રેલવે દ્વારા દિલ્હી આવતી અને જતી આશરે 75 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસને 5 કલાક પુનઃનિર્ધારિત (Reschedule) કરવામાં આવી છે. જ્યારે દુરાંતો અને અન્ય કેટલીક ટ્રેનો રદ કરી દેવાઈ છે. પંજાબ, હરિયાણાથી દિલ્હી આવતી 13 પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
દૂરસંચાર કાયદા 2023 હેઠળ, જનપથ-કર્તવ્ય પથ ચૌરાહા આસપાસના 4 km ના દાયરામાં 9 October રાત્રે 10:00 વાગ્યાથી 10 October રાત્રે 10:00 વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ અપાયો છે. આ તરફ, નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશને કનેક્ટિવિટી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કનોટ પ્લેસ (CP), ભગીરથ પેલેસ, ચાંદની ચોક અને કરોલ બાગના સ્પેર પાર્ટ્સ માર્કેટ બંધ રાખવાની સલાહ આપી છે. શાળાઓ અને કોલેજોએ 10 October ના રોજ લેવાનારી પરીક્ષાઓ મુલતવી રાખી છે અને ક્લાસ ઓનલાઈન મોડ પર શિફ્ટ કર્યા છે.
આકરી સુરક્ષા પાબંદીઓ અને મુસાફરોની હાલાકી વચ્ચે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે અવલોકન કર્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં ભરો, પરંતુ "માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન થઈ શકે." અદાલતે કડક શબ્દોમાં કહ્યું કે ટ્રેનો અને મેટ્રો સેવાઓ સંપૂર્ણપણે રોકી ન શકાય અને નાગરિકોને ન્યૂનતમ તકલીફ પડે તે રીતે નિયંત્રિત પગલાં લેવા જોઈએ.
બીજી તરફ, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સાથે જંતર-મંતર પહોંચી પ્રદર્શનમાં જોડાવાની જાહેરાત કરી છે. જ્યારે CJP ના નેતા અભિજીત દીપકે આક્ષેપ કર્યો છે કે સરકાર યુવાનોના અવાજથી ડરી રહી છે અને કટોકટી જેવી સ્થિતિ ઊભી કરીને લોકશાહી અધિકારોનું હનન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ