ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દિલ્હી CJPના વિરોધ પ્રદર્શનમાં નહીં જોડાય સોનમ વાંગચુક? જાણો વીડિયો જાહેર કરી શું કહ્યું ?
Last Updated: 08:52 AM, 10 October 2026
ADVERTISEMENT
'કોકરોચ જનતા પાર્ટી' (CJP) આજે (શનિવાર, 10 ઓક્ટોબર, 2026) દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજવા જઈ રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી છે. દરમિયાન, સૌની નજર એ વાત પર ટકેલી છે કે શું સામાજિક કાર્યકર સોનમ વાંગચુક આ પ્રદર્શનમાં જોડાશે કે નહીં. વાંગચુકે પોતે જ આનો જવાબ આપ્યો છે અને તે પણ શાયર અંદાજમાં.
ADVERTISEMENT
સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તેઓ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા નથી. વાંગચુક CJPના અગાઉના વિરોધ પ્રદર્શનોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેઓ જંતર-મંતર ખાતેના પ્રદર્શનમાં જોડાશે નહીં. તેમણે આ કાર્યક્રમથી પોતાને અલગ રાખ્યા છે અને તેમ કરવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે.
WHY I WON'T BE ABLE TO JOIN YOU ALL IN DELHI...! Despite all efforts of the government to hinder & damage our work we continue to work for national security... making preparations as another winter comes. This includes making artificial glaciers for water security & experiments for GLOF or glacial lake flood security... to difuse the 200+ ticking water bombs in high Himalayas. Adapting Faiz Sahab's words I would say... Aur Bhi Gham Hain Zamaane Main Siyaast Ke Siva... Rahaten aur bhi hain wasl ki raahat ke siva. Hence I send my bestest wishes to all & urge the leaders of different groups to stay united & show statesmanship, meanwhile I urge all the genZ friends to once again stay absolutely peaceful at all costs. This was the gift of Baapu that I tried to bring to Jantar Mantar in June, I hope we won't let Baapu down. #JantarMantar #protest #CJP #CEC #sonamwangchuk
— Sonam Wangchuk (@Wangchuk66) October 9, 2026
ADVERTISEMENT
સોનમ વાંગચુકએ શું કહ્યું
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા સોનમ વાંગચુકે કહ્યું, "હું દિલ્હીમાં આપ સૌની સાથે કેમ જોડાઈ નહીં શકું. સરકાર દ્વારા અમારા કાર્યમાં અવરોધ ઊભો કરવા અને તેને નબળું પાડવાના તમામ પ્રયાસો છતાં, અમે દેશની સુરક્ષા માટે કામ કરવાનું ચાલુ રાખીશું."
ADVERTISEMENT
આવનારી ઠંડીની તૈયારીઓ
તેમણે જણાવ્યું હતું કે આગામી શિયાળા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓમાં પાણીનો પુરવઠો સુરક્ષિત કરવા માટે કૃત્રિમ ગ્લેશિયર્સનું નિર્માણ કરવું અને 'ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ્સ' એટલે કે હિમનદી સરોવરો તૂટવાને કારણે આવતા અચાનક પૂર સાથે સંકળાયેલા જોખમોને સમજવા માટે પ્રયોગો કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય ઊંચા હિમાલયમાં આવેલા 200 થી વધુ જોખમી "ટિકિંગ વોટર બોમ્બ"થી થતા ખતરાને ઘટાડવાનો છે.
ADVERTISEMENT
વાંગચુકનો શાયરવાળો અંદાજ
સોનમ વાંગચુકે પોતાની આગવા અંદાજમાં પ્રખ્યાત કવિ ફૈઝ અહેમદ ફૈઝની પંક્તિઓ રજૂ કરી. ફૈઝને ટાંકીને તેમણે કહ્યું, "દુનિયામાં રાજકારણ સિવાય પણ અન્ય દુઃખો છે અને મિલનના આનંદ સિવાય પણ અન્ય સુખો છે." તેમણે વિરોધ પ્રદર્શનના આયોજકોને શુભેચ્છાઓ પાઠવી અને યુવાનોને મહાત્મા ગાંધીના વારસાને આગળ વધારવા તેમજ જન-આંદોલનો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીના જંતર-મંતર પ્રદર્શન પહેલા પોલીસનું મોટું એક્શન, રીઢા ગુનેગારોની કરી અટકાયત
હું બધાને શુભકામનાઓ આપુ છું
ADVERTISEMENT
વાંગચુકે કહ્યું, "હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને વિવિધ જૂથોના નેતાઓને એકતા જાળવી રાખવા તથા સમજદારી દાખવવા અપીલ કરું છું. સાથે જ, હું 'જનરેશન ઝેડ' (નવી પેઢી) ના મારા તમામ મિત્રોને આગ્રહ કરું છું કે તેઓ કોઈપણ સંજોગોમાં સંપૂર્ણ શાંતિ જાળવી રાખે. આ બાપુ તરફથી મળેલી એક ભેટ હતી જેને હું જૂન મહિનામાં જંતર-મંતર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો; મને આશા છે કે આપણે બાપુને નિરાશ નહીં કરીએ."
સંકળાયેલા મુદ્દાઓ