બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નકલી જાતિના દાખલાનું કૌભાંડ પકડાયું, માત્ર ₹500માં બનતું સર્ટિફિકેટ, મામલતદારે કરાવી પોલીસ ફરિયાદ

છોટાઉદેપુર / નકલી જાતિના દાખલાનું કૌભાંડ પકડાયું, માત્ર ₹500માં બનતું સર્ટિફિકેટ, મામલતદારે કરાવી પોલીસ ફરિયાદ

Published By: Vishal Khamar

Last Updated: 07:01 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરના નસવાડીમાં રૂ. 500માં નકલી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, મામલતદારની ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં નકલી જાતિના પ્રમાણપત્ર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ માત્ર રૂ. 500માં નકલી જાતિનો દાખલો બનાવી આપવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, અસલી જાતિના પ્રમાણપત્રને સ્કેન કરીને તેની નકલ તૈયાર કરવામાં આવતી હતી. નસવાડીના જ એક વ્યક્તિને નકલી અનુસૂચિત આદિજાતિ (ST)નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

મામલતદાર કચેરીમાં જાતિ પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થતાં સંબંધિત વ્યક્તિએ નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સમગ્ર મામલાની જાણ નસવાડીના મામલતદારને થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ નસવાડી ટાઉનમાં જ ઓફિસ ખોલીને નકલી પ્રમાણપત્રો બનાવવાનું કામ કર્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ''તું મારી સામે કેમ જુએ છે?'' કહીને કપડાંના વેપારીનો છરીથી જીવલેણ હુમલો

પોલીસ તપાસ આગળ વધતાં નકલી જાતિના પ્રમાણપત્રો બનાવવાના આ નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં કેટલા પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chhota Udepur news Naswadi fake caste certificate scam fake ST certificate

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ