બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 31 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ સાથે નારોલમાંથી ઝડપાયો આરોપી નશીરખાન, લાખોનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 02:57 PM, 21 August 2026
અમદાવાદ: નારોલ વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે કાર્યવાહી કરતાં નારોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના કબજામાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ, ગાંજો તેમજ નશાની ગોળીઓ સહિત કુલ રૂ. 1.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ નશીરખાન ઉર્ફે જંગી સજ્જમ ઉર્ફે ઉપેમાનખાન પઠાણ તરીકે કરી છે. તપાસ દરમિયાન તેના કબજામાંથી 31 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ, જેની કિંમત આશરે રૂ. 91 હજાર હોવાનું જણાવાયું છે, મળી આવ્યું હતું.

ADVERTISEMENT
આ ઉપરાંત પોલીસે 128 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો પણ જપ્ત કર્યો છે. તેની અંદાજિત કિંમત રૂ. 6,400 હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી Alprazolamની 300 ગોળીઓ અને Pregalab 300ની 350 ટેબલેટ પણ મળી આવી છે.

ADVERTISEMENT
પોલીસે નશીલા પદાર્થો ઉપરાંત આરોપી પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. સમગ્ર જપ્ત મુદ્દામાલની કુલ કિંમત રૂ. 1.17 લાખથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી વિરુદ્ધ અગાઉથી પણ અનેક ગુના નોંધાયેલા છે. તેના વિરુદ્ધ PASA હેઠળ કાર્યવાહી થઈ ચૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ આ વર્ષે PM મોદીને મોકલાશે 10 હજારથી વધુ રાખડીઓ તથા પોસ્ટકાર્ડ
ADVERTISEMENT
હાલ નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નશીલા પદાર્થો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ અથવા વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.