ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ₹ 9,500 ના મુદ્દામાલ સાથે નિકોલ અને SMC પોલીસે ઝડપ્યો નકલી દારૂ બનાવતા સાગરીતને
Last Updated: 11:09 AM, 21 August 2026
ADVERTISEMENT
અમદાવાદ: લઠ્ઠાકાંડ બાદ નકલી દારૂના નેટવર્ક સામે અમદાવાદ પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. નિકોલ પોલીસ અને SMCની ટીમે ‘ડિફેન્સના દારૂ’ના નામે નકલી વિદેશી દારૂ તૈયાર કરી વેચતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં સુનિલ ઉર્ફે સોનુ માખીજાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસને મળેલી બાતમીના આધારે નિકોલના અટલ આવાસ ગેટ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મોપેડ પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની મોપેડની ડેકીમાંથી દારૂની બોટલ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરે પણ પહોંચી હતી. ત્યાંથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલ, ચાર પ્લાસ્ટિકની બોટલ અને આધારકાર્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કુલ આશરે રૂ. 9,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ADVERTISEMENT

સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડના નામે વેચાણ
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવતા હતા. ત્યારબાદ મોંઘી વિદેશી બ્રાન્ડના નામના બનાવટી સ્ટીકર અને સીલ લગાવી તેને અસલી દારૂ તરીકે રજૂ કરવામાં આવતો હતો. આ નકલી દારૂને ખાસ કરીને ‘ડિફેન્સનો દારૂ’ હોવાનું જણાવી ગ્રાહકોને વેચવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. આરોપીઓ સસ્તા દારૂને પ્રક્રિયા કરીને મોંઘી બ્રાન્ડના નામે ઊંચા ભાવે વેચતા હોવાની પોલીસને શંકા છે.

ADVERTISEMENT
ખાલી બોટલ અને બનાવટી સ્ટીકર ક્યાંથી આવતા?
તપાસમાં પોલીસને એવી માહિતી મળી છે કે દિનેશ જંડાવાલા ખાલી દારૂની બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ ભંગારના વેપારીઓ પાસેથી મેળવતો હતો. ત્યારબાદ આ સામગ્રીનો ઉપયોગ કરીને નકલી દારૂને અસલી અને મોંઘી બ્રાન્ડનો હોવાનું દર્શાવવામાં આવતું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 40 વિદ્યાર્થીઓની તબિયત લથડતા બોટાદમાં હડકંપ, સિવિલમાં સર્જાઈ બેડની અછત
પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
ADVERTISEMENT
નિકોલ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. સુનિલ ઉર્ફે સોનુ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે. પોલીસ હવે આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, નકલી દારૂ ક્યાં તૈયાર થતો હતો અને તે અમદાવાદમાં ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT