ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 40 વિદ્યાર્થીઓની તબિયત લથડતા બોટાદમાં હડકંપ, સિવિલમાં સર્જાઈ બેડની અછત
Last Updated: 10:26 AM, 21 August 2026
ADVERTISEMENT
તાલોદથી આશરે 90 વિદ્યાર્થીઓ બે બસ મારફતે પ્રવાસે નીકળ્યા હતા. મોડી રાત્રે વિદ્યાર્થીઓની બસ બોટાદ પહોંચ્યા બાદ અનેક વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓમાં તાવ અને શરદી સહિતના લક્ષણો જોવા મળતા 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને બોટાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

બેડની અછત હોવાના આક્ષેપો પણ સામે આવ્યા
ADVERTISEMENT
હોસ્પિટલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચતા બેડની અછત હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને એક જ બેડ પર બે-ત્રણની સંખ્યામાં રાખવાની સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે.
ADVERTISEMENT
35થી 40 ચાદરની વ્યવસ્થા કરવામાં આવી
આ દરમિયાન વિદ્યાર્થીઓની મદદે બોટાદ રિક્ષા એસોસિએશન આવ્યું હતું. એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ માટે આશરે 35થી 40 ચાદરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ADVERTISEMENT

વિદ્યાર્થીઓની સારવારને ધ્યાનમાં રાખીને બાળકો માટે બાળરોગ નિષ્ણાત તબીબોની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. તેમજ હોસ્પિટલમાં સારવાર માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરી વિદ્યાર્થીઓને યોગ્ય અને ઝડપી સારવાર મળે તેવી માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખાંડના ભાવમાં ધરખમ વધારો: 10 દિવસમાં ₹12 પ્રતિ કિલોનો વધારો
વિદ્યાર્થીઓની તબિયત લથડવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT