ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / આ વર્ષે PM મોદીને મોકલાશે 10 હજારથી વધુ રાખડીઓ તથા પોસ્ટકાર્ડ
Last Updated: 12:35 PM, 21 August 2026
ADVERTISEMENT
રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી રહી છે. મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 10 હજારથી વધુ રાખડીઓ અને પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે.
ADVERTISEMENT

મહિલા મોરચા દ્વારા આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબન માટે કરેલા વિવિધ પ્રયાસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કરવામાં આવશે.
ADVERTISEMENT

સખી મંડળો, લખપતી દીદી યોજના અને ડ્રોન યોજના જેવી પહેલો દ્વારા મહિલાઓને રોજગાર, આવકના નવા સ્ત્રોત અને આર્થિક સ્વાવલંબનની તકો મળી રહી છે. મહિલા મોરચાનું માનવું છે કે આવી યોજનાઓએ ગ્રામ્ય અને અન્ય વિસ્તારોની મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT

મહિલાઓની રાજકીય અને સામાજિક ભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયો અને મહિલા અનામત સહિતના પગલાંને પણ આ અભિયાન સાથે જોડવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગર લઠ્ઠાકાંડ: VTV પર સામે આવ્યાં પ્રથમવાર તૈયાર કરેલ જથ્થાને નાશ કર્યાના દ્રશ્યો
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાખડી અને પોસ્ટકાર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મહિલાઓનો સ્નેહ, શુભેચ્છા અને આભાર વ્યક્ત કરવામાં આવશે. મહિલા મોરચા દ્વારા રાજ્યભરમાંથી 10 હજારથી વધુ રાખડીઓ તથા પોસ્ટકાર્ડ એકત્ર કરી વડાપ્રધાનને મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT