ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર લઠ્ઠાકાંડ: VTV પર સામે આવ્યાં પ્રથમવાર તૈયાર કરેલ જથ્થાને નાશ કર્યાના દ્રશ્યો
Last Updated: 11:26 AM, 21 August 2026
ADVERTISEMENT
ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડમાં હવે વધુ એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. નકલી દારૂ બનાવવા માટે પ્રથમ વખત તૈયાર કરવામાં આવેલો જથ્થો બાદમાં નષ્ટ કરવામાં આવ્યો હતો. આ જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, ભાલના પાળીયાદ ગામમાં નકલી દારૂ બનાવવા માટે તૈયાર કરાયેલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઇથેલીન અને મિથેલીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી પાળીયાદ ગામમાં આરોપી જતીન કામ્બડના મકાન નજીક આવેલી અવાવરુ જગ્યાએ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

આરોપીઓની ભૂમિકા અંગે તપાસ
ADVERTISEMENT
આ કેસમાં ગૌતમ સોલંકી, રહીસ સહિતના આરોપીઓ અને જતીન કામ્બડની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન ડુપ્લિકેટ દારૂ તૈયાર કર્યા બાદ તેના જથ્થાને નષ્ટ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.પાળીયાદ ગામમાં જતીન કામ્બડના મકાન સામેની અવાવરુ જગ્યાએ આ જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો તપાસમાં મહત્વના પુરાવા બની શકે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ₹ 9,500 ના મુદ્દામાલ સાથે નિકોલ અને SMC પોલીસે ઝડપ્યો નકલી દારૂ બનાવતા સાગરીતને
ADVERTISEMENT
દારૂકાંડમાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થઈ ચૂક્યાં
ભાવનગરના નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થઈ ચૂક્યાં હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓની ભૂમિકા, નકલી દારૂ બનાવવાની પ્રક્રિયા અને જથ્થાના નાશ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં આગળની તપાસમાં વધુ વિગતો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા સામે આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT