ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Awarapan 2'ની સફળતા બાદ ઈમરાન હાશ્મીની બેક-ટુ-બેક 4 ફિલ્મો મચાવશે ધમાલ

મનોરંજન / 'Awarapan 2'ની સફળતા બાદ ઈમરાન હાશ્મીની બેક-ટુ-બેક 4 ફિલ્મો મચાવશે ધમાલ

Published By: Pravin Joshi

Last Updated: 04:16 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોક્સ ઓફિસ પર 'આવારાપન 2'ની બમ્પર સફળતા બાદ બોલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મી ધમાકેદાર વાપસી માટે તૈયાર છે. આગામી સમયમાં તેમની બેક-ટુ-બેક 4 મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.

ADVERTISEMENT

'આવારાપન 2' ના શાનદાર બોક્સ ઓફિસ કલેક્શન બાદ હવે ઇમરાન હાશ્મીની બેક-ટુ-બેક 4 મોટી ફિલ્મો આવવા માટે તૈયાર છે. પાન ઇન્ડિયા સ્પાય થ્રિલરથી લઈને મ્યુઝિકલ હોરર સુધી, ઇમરાન આવનારા સમયમાં સિનેમાઘરો અને OTT બંને પ્લેટફોર્મ પર રાજ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

Emraan Hashmi NEW LOGO

ઇમરાન હાશ્મીના અપકમિંગ પ્રોજેક્ટ્સ

ગૂઢાચારી 2 (G2)

અદિવિ શેષની આ મોસ્ટ અવેટેડ સિક્વલમાં ઇમરાન હાશ્મી સાથે વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ઇમરાનના પાત્ર અંગેની વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે. વિનય કુમાર સિરીગીનેડીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ વર્ષ 2026 માં સીધી પ્રાઇમ વિડીયો (Prime Video) પર રિલીઝ થશે.

Emraan Hashmi NEW LOGO

ગનમાસ્‍ટર G9 (Gunmaster G9)

એક્શન અને એન્ટરટેઇનમેન્ટના ડબલ ડોઝ સાથે 'ગનમાસ્ટર G9' 27 November 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે જેનિલિયા દેશમુખ અને અપારશક્તિ ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

રૂહ (Rooh)

ઇમરાન મ્યુઝિકલ-હોરર ફિલ્મ 'રૂહ' માં મુખ્ય ભૂમિકા ભજવશે. મયંક શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા વિશાલ કપૂર અને મયંક શર્માએ સાથે મળીને લખી છે. વિક્રમ ખાખર અને સની ખન્ના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મ 2027 માં રિલીઝ થશે.

Emraan Hashmi NEW LOGO

હરામી (Harami):

મુંબઈની ભાગદોડ ભરેલી અને કઠોર જિંદગીની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ એક 'સ્ટ્રીટ સાગા' છે. આ ફિલ્મમાં યુથ ક્રાઇમ, તૂટેલી કિસ્મત, પ્રેમ અને રિડેમ્પશનની વાર્તા દર્શાવવામાં આવી છે, જે ઇમરાનના રો અને ઇન્ટેન્સ પર્ફોર્મન્સની યાદ અપાવશે.

આ પણ વાંચોઃ પૂરપાટ પિકઅપ ડમ્પર સાથે અથડાતા ઘટનાસ્થળે જ 8 લોકોના કમકમાટીભર્યા મો*ત, 26 ઘાયલ

'આવારાપન 2' નું બોક્સ ઓફિસ કલેક્શન

ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરતાં પહેલા જ દિવસે (Friday) 22 crore નું કલેક્શન કર્યું હતું. વિકેન્ડ અને સ્વતંત્રતા દિવસની રજાઓના કારણે બીજા દિવસે (Saturday) કમાણીમાં મોટો ઉછાળો આવ્યો અને ફિલ્મે 33.75 કરોડ ઉમેર્યા હતા. ત્રીજા દિવસે (Sunday) ફિલ્મે 26 કરોડની કમાણી કરી હતી, જ્યારે પહેલા સોમવારે (Monday) વર્કિંગ ડે પર પણ ફિલ્મે 9.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ 4 દિવસની કમાણી મળીને 'આવારાપન 2' નું કુલ ભારતીય નેટ કલેક્શન 91.00 કરોડ સુધી પહોંચી ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Awarapan2 GunmasterG9 EmraanHashmi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ