ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:58 AM, 7 October 2026
1/6
2/6
દેવગુરુ બૃહસ્પતિ હાલમાં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બિરાજમાન છે. તેથી જ્યોતિષની દૃષ્ટિએ ગુરુની સ્થિતિને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. હવે 8 ઓક્ટોબરે ગુરુ અશ્લેષા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરશે.ગુરુના આ નક્ષત્ર પદ પરિવર્તનની અસર સંવાદ, બુદ્ધિ, આર્થિક સ્થિતિ અને કરિયરના ક્ષેત્રમાં જોવા મળી શકે છે. આ સમય દરમિયાન ઘણા જાતકોને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે અને લાંબા સમયથી ચાલી રહેલી અડચણો દૂર થવાના યોગ બની શકે છે.
ADVERTISEMENT
3/6
વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન નવા રસ્તા ખોલી શકે છે. આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. જેના કારણે તમે મુશ્કેલ નિર્ણયો પણ આત્મવિશ્વાસ સાથે લઈ શકશો.પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા લોકો માટે સમય સારો રહી શકે છે. ભાગીદાર સાથે ચાલી રહેલા મતભેદ દૂર થઈ શકે છે અને વેપારમાં સારો નફો મળવાના યોગ છે. પરિવાર સાથે પણ સારો સમય પસાર થશે અને મનને શાંતિ મળશે.
4/6
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. ગુરુ આ રાશિમાં ઉચ્ચનો હોવાથી આ સમય દરમિયાન જાતકોના આત્મવિશ્વાસમાં મોટો વધારો થઈ શકે છે.નોકરીમાં તમારા નિર્ણય અને સૂચનોને મહત્વ મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે. શિક્ષણ, મીડિયા અને ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ સારી તકો મળી શકે છે.
ADVERTISEMENT
5/6
મકર રાશિના જાતકો માટે ગુરુનું આ પરિવર્તન કરિયર અને વૈવાહિક જીવનમાં ખુશીઓ લાવી શકે છે. અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે અથવા લગ્નની વાત આગળ વધી શકે છે.કામકાજના ક્ષેત્રમાં તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી ડીલ ફાઇનલ થવાની તક મળી શકે છે. આ સાથે સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થવાના યોગ છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા