બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ગોવિંદા અને સુનિતા આહૂજાના લગ્નજીવનમાં નવો વળાંક: 39 વર્ષ જૂનો સંબંધ તૂટતા બચ્યો ?
5 ફોટો ગેલેરી
Last Updated: 07:02 PM, 19 August 2026
1/5
બોલિવૂડના ફેમસ કપલ ગોવિંદા અને સુનિતા આહૂજાના લગ્નજીવનના સમાચાર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધોને લઈને જાતજાતની અફવાઓ ચાલી રહી હતી. તેવામાં જ્યારે સુનિતા આહૂજા પોતાના પુત્ર યશવર્ધન સાથે મુંબઈની ફેમિલી કોર્ટ પહોંચ્યા, ત્યારે લોકોમાં ભારે કૌતુક સર્જાયું હતું અને સવાલો ઉઠવા લાગ્યા હતા કે શું ગોવિંદા અને સુનિતા વચ્ચે કોઈ નવી સમસ્યા ઊભી થઈ છે?
2/5
3/5
ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ ખુલાસો કરતા જણાવ્યું કે સુનિતાએ પોતાની છૂટાછેડાની અરજી કાનૂની રીતે પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે, ખબર નહીં તેમને શું થયું હતું, પરંતુ હવે તેમણે સત્તાવાર રીતે કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમણે અગાઉ અરજી દાખલ કરી હતી, પરંતુ તેના પર આગળ કોઈ કાર્યવાહી થઈ નહોતી. શશિએ લોકોને ગભરાવાને બદલે ખુશ થવાની અપીલ કરી હતી.
4/5
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગોવિંદા અને સુનિતાના સંબંધો જાહેર ચર્ચાનો વિષય બન્યા હતા. સુનિતાએ ગોવિંદા પર ચીટિંગ, છેતરપિંડી અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. સાથે જ ગોવિંદાની કો-સ્ટાર્સ સાથેના સંબંધો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ગોવિંદાએ પણ એક વિડીયો જારી કરીને સુનિતાને પોતાની મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. મેનેજર શશિ સિંહાએ પણ સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે બાબતો જાહેર સ્તરે ખૂબ વણસી ગઈ હતી, પરંતુ તેનાથી ગોવિંદાના સ્ટારડમ પર કોઈ અસર પડી નથી.
5/5
રિપોર્ટ્સ મુજબ, સુનિતાએ 5 ડિસેમ્બર 2024 ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં હિન્દુ મેરેજ એક્ટ, 1955 હેઠળ ગોવિંદા સામે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેમાં કથિત રીતે બેવફાઈ, ક્રૂરતા અને અલગ રહેવા જેવા કારણો દર્શાવવામાં આવ્યા હતા. ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987 માં થયા હતા. તેમને બે બાળકો છે - પુત્રી ટીના આહૂજા અને પુત્ર યશવર્ધન આહૂજા. મેનેજરના નિવેદન પરથી અત્યારે તો એવું લાગે છે કે બંને વચ્ચે છૂટાછેડાનું પ્રકરણ બંધ થઈ ગયું છે, પરંતુ ભવિષ્યમાં આ કહાનીમાં આગળ શું વળાંક આવે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ