બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / NSEનો IPO સપ્ટેમ્બરમાં આવશે! 5.3 લાખ કરોડની છે Valuation, જાણો દેશના સૌથી મોટા IPOની પ્રાઈઝ બેન્ડ
Last Updated: 05:43 PM, 19 August 2026
NSEના IPOના લાંબા સમયથી ચાલતી રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવાની છે. સપ્ટેમ્બરના છેલ્લા બે અઠવાડિયામાં આ ઇશ્યુ ખુલી શકે છે. અહેવાલ મુજબ NSEને આગામી બે અઠવાડિયામાં SEBIની મંજૂરી મળી જવાની આશા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ શેરનો પ્રાઈઝ બેન્ડ જાહેર થઈ શકે છે.
ADVERTISEMENT
NSE પોતાની valuation 5.2થી 5.3 લાખ કરોડ રૂપિયા રાખવા માંગે છે. શેરનો પ્રાઈઝ બેન્ડ 2,100થી 2,300 રૂપિયા વચ્ચે રહી શકે છે. કંપનીએ IPOને લઈને મોટાભાગના roadshow પૂરા કરી લીધા છે. Bloombergના 18 ઓગસ્ટના અહેવાલ મુજબ હજુ મધ્યપૂર્વમાં roadshow બાકી છે.
દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ NSEએ વિશ્વના અનેક મોટા શહેરોમાં roadshow યોજ્યા છે. બોસ્ટન, સેન ફ્રાન્સિસ્કો, લંડન, સિંગાપુર અને હોંગકોંગમાં યોજાયેલી મીટિંગમાં લગભગ 120 મોટા investors હાજર રહ્યા હતા. જેમાં BlackRock, Capital Group, GQG Partners, Janus Henderson Group અને Allspring Global Investments જેવા નામો સામેલ હતા.
ADVERTISEMENT
માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ વિશ્વના મોટા સ્ટોક એક્સચેન્જમાં NSE છઠ્ઠા સ્થાને રહેશે. તેની માર્કેટ વેલ્યુ લંડન સ્ટોક એક્સચેન્જથી થોડી ઓછી અને Nasdaqથી વધુ રહેશે. 5.3 લાખ કરોડની valuation પર જો કંપની 6 ટકા શેર વેચે તો આ IPO લગભગ 31,500 કરોડ રૂપિયાનો બની શકે છે, જે દેશનો સૌથી મોટો IPO સાબિત થશે. અત્યારે આ રેકોર્ડ Hyundai Motorના નામે છે જેને 2024માં 27,870 કરોડનું IPO કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
NSEનો મુકાબલો BSE સાથે છે. BSEના શેર પહેલેથી જ લીસ્ટેડ છે, જ્યારે NSEના શેર BSEમાં લીસ્ટ થશે. આ IPO સંપૂર્ણપણે Offer for Sale હશે. કંપનીએ જૂન મહિનામાં SEBIને ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યું હતું. જેમાં અમુક જૂના રોકાણકારો કુલ 14.89 કરોડ શેર વેચશે, જે કંપનીમાં 6 ટકા હિસ્સેદારી બરાબર છે. જેમાં રોકાણકારો આ IPOની રાહ લાંબા સમયથી જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.