બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:30 PM, 19 August 2026
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના 'બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ' (BSBD) ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. 1 ઓક્ટોબર, 2026થી આ ખાતાઓમાંથી રોકડ ઉપાડ અંગેના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે પછી, મહિનામાં ચાર વખત મફત રોકડ ઉપાડની મર્યાદા પૂરી થયા બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગુ થશે. નોંધનીય છે કે, નવા નિયમો હેઠળ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો પણ આ ચાર મફત વ્યવહારોની મર્યાદામાં સમાવેશ કરવામાં આવશે.
ADVERTISEMENT
1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ
SBIએ BSBD ખાતાઓ માટેના સેવા શુલ્કમાં ફેરફાર કર્યો છે. બેંકના જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબર, 2026થી મહિનાના પ્રથમ ચાર ઉપાડ મફત રહેશે. ત્યારબાદના દરેક ઉપાડ પર 15 રુપિયા + GSTનો ચાર્જ લાગુ થશે; બીજા શબ્દોમાં કહીએ તો, ગ્રાહકોએ પાંચમા અને ત્યારપછીના કોઈપણ પાત્ર ઉપાડ માટે ફી ચૂકવવી પડશે.
ADVERTISEMENT
અહીં સૌથી મોટો ફેરફાર એ છે કે અગાઉ પ્રથમ ચાર મફત ટ્રાન્ઝેક્શન ગણતરીમાં ડિજિટલ વ્યવહારોનો સમાવેશ કરવામાં આવતો ન હતો. હવે આ છૂટછાટ દૂર કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે નવા નિયમો હેઠળ, ડિજિટલ માધ્યમો દ્વારા કરવામાં આવતા સંબંધિત વ્યવહારોની ગણતરી પણ ચાર મફત ટ્રાન્ઝક્શનની મર્યાદામાં કરવામાં આવશે.

ADVERTISEMENT
શું છે પહેલો નિયમ?
પહેલા BSBD ખાતામાં મહિનાના પ્રથમ ચાર મફત ટ્રાન્ઝેક્શન પછીના વ્યવહારો પર ₹15 + GSTનો ચાર્જ લાગુ કરવામાં આવતો હતો, પરંતુ ડિજિટલ વ્યવહારોને આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. SBIએ હવે આ નીતિમાં ફેરફાર કર્યો છે. 1 ઓક્ટોબરથી, ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો પણ આ મર્યાદામાં સમાવેશ કરવામાં આવશે. પરિણામે, ગ્રાહકોએ મહિના દરમિયાન તેમના વ્યવહારોનો હિસાબ રાખવો પડશે.
ADVERTISEMENT
ક્યા ક્યા ટ્રાન્ઝેક્શન 4 ફ્રી ઉપાડ સામેલ થશે ?
SBI મુજબ, BSBD ખાતાઓમાં દર મહિને ચાર સુધી મફત ઉપાડની સુવિધા મળે છે. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
ADVERTISEMENT
શું છે SBIનું BSBD એકાઉન્ટ?
ADVERTISEMENT
BSBD એકાઉન્ટ અથવા 'બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ' એ એક બેઝિકનું બચત ખાતું છે, જેને ખાસ કરીને વ્યાપક જનસમુદાય સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવા અને લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરુર વિના બચતની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ
આ ખાતામાં ગ્રાહકોએ ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. SBIના જણાવ્યા અનુસાર, આ ખાતું ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ સરળતાથી અને ઓછા ખર્ચે સામાન્ય બેંકિંગ સેવાઓ મેળવવા માંગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.