બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રવિન્દ્ર જાડેજાએ એવી શું ભૂલ કરી, કે ગૌતમ ગંભીરનો ચહેરો થઇ ગયો ગુસ્સાથી લાલચોળ

સ્પોર્ટ્સ / રવિન્દ્ર જાડેજાએ એવી શું ભૂલ કરી, કે ગૌતમ ગંભીરનો ચહેરો થઇ ગયો ગુસ્સાથી લાલચોળ

Published By: Bijal Vyas

Last Updated: 08:58 AM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોલ ટેસ્ટના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજા દ્વારા ફેંકવામાં આવેલા 'નો-બોલ'ને કારણે ધનંજય ડી સિલ્વાને જીવનદાન મળતાં ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર અત્યંત નિરાશ દેખાયા હતા.

ગોલ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ ભલે જીત તરફ મજબૂત ગતિએ આગળ વધી રહી હતી, પરંતુ મેદાન પર બનેલી એક ઘટનાએ મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો મૂડ બગાડી દીધો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક 'નો-બોલ' ફેંક્યો, જેનાથી શ્રીલંકાના બેટ્સમેન ધનંજય ડી સિલ્વાને મોટી રાહત મળી. તે સમયે ડી સિલ્વા ક્રિઝ પર સારી રીતે જામી ગયા હતા. બેટની કિનારી વાગ્યા બાદ 'સ્લિપ'માં કેચ પકડાઈ ગયો પરંતુ ઓન-ફિલ્ડ અમ્પાયરે બોલર દ્વારા લાઇન ઓવરસ્ટેપિંગ કારણે તેને 'નો-બોલ' જાહેર કર્યો, આ નિર્ણયને કારણે ડ્રેસિંગ રૂમમાંથી મેચ જોઈ રહેલા ગંભીર ખૂબ નિરાશ દેખાતા હતા.

જાડેજાની એક ભૂલથી ટીમને નહીં મળે વિકેટ

ભારતીય ટીમ માટે આ ક્ષણ અત્યંત પીડાદાયક હતી કારણ કે જાડેજાએ પોતાની સ્પિન વડે બેટ્સમેનને સંપૂર્ણપણે થાપ આપી દીધી હતી. ફ્લાઇટ થતો બોલ તેજ ટર્ન લેતા ધનંજયના બેટની બહારની કિનારીને સ્પર્શીને સીધો ફર્સ્ટ સ્લિપના ફિલ્ડરના હાથમાં સુરક્ષિત રીતે પહોંચી ગયો હતો. ભારતને એક મોટી સફળતા મળી હતી, પરંતુ અમ્પાયરે 'નો-બોલ'નો ઇશારો આપતા જ ​​તે ઉત્સાહ નિરાશામાં ફેરવાઈ ગયો અને ધનંજયને જીવનદાન મળી ગયું.

ગૌતમ ગંભીરનો આવ્યો ગુસ્સો

ગંભીર હંમેશાં 'નો-બોલ' નાખવા જેવી ભૂલોની સખત વિરુદ્ધ રહ્યા છે. વર્ષ 2023માં, જ્યારે અર્શદીપ સિંહે સતત ત્રણ 'નો-બોલ' નાખ્યા હતા, ત્યારે ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી બેદરકારી માટે કોઈ સ્થાન નથી. ભારતીય ટીમ જ્યારે જીતની અણી પર હતી તેવા સમયે મુખ્ય સ્પિનર ​​તરફથી જોવા મળેલી આવી બેદરકારીએ સ્વાભાવિક રીતે જ ગંભીરનો ગુસ્સો દેખાતો હતો.

જાડેજા ફેંકતા જ ઘણા બધા નો બોલ

રસપ્રદ વાત એ છે કે, નો-બોલ ફેંકવાની સમસ્યા લાંબા સમયથી જાડેજા માટે ચિંતાનો વિષય રહી છે. આંકડા દર્શાવે છે કે 2021થી ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનરોમાં જાડેજાએ સૌથી વધુ નો-બોલ (84) ફેંક્યા છે. આ યાદીમાં પાકિસ્તાનના નૌમાન અલી (40) અને શ્રીલંકાના લસિથ એમબુલડેનિયા (43) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જોકે, આ મેચમાં પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ઝડપવાની સાથે જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 350 વિકેટનો આંકડો પણ હાંસલ કર્યો હતો.

ટીમ ઇન્ડિયા માટે હાથમાં છે મેચ

મેચની વાત કરીએ તો, ભારતે શ્રીલંકા સામે જીતવા માટે 372 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો છે. પ્રથમ ઇનિગ્સમાં 178 રનની સરસાઈ મેળવ્યા બાદ, ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં, ચોથા દિવસની રમત પૂરી થવા સુધીમાં શ્રીલંકાએ 84 રનમાં પોતાની ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજે નિશાન મદુષ્કાને આઉટ કર્યો, માનવ સુથારે પાસિંદુ સૂરિયાબંદારા અને લહિરુ ઉદારાની વિકેટ ઝડપી અને પ્રસિદ્ધ કૃષ્ણાએ કામિંદુ મેન્ડિસને પેવેલિયન પરત મોકલી દીધો.

આ પણ વાંચોઃ કોઈ ક્રિકેટર સામેલ નહીં, કોઈને પણ ખેલ રત્ન નહીં, 17 ખેલાડીઓ માટે અર્જુન એવોર્ડનું એલાન

શ્રીલંકાને જીતવા માટે હાલમાં વધુ 288 રનની જરૂર છે અને તેમની પાસે 6 વિકેટ બાકી છે. જીવનદાન મળ્યા બાદ ધનંજય ડી સિલ્વા 31 રન પર અને સોનલ દિનુશા ૨૫ રન પર બેટિંગ કરી રહ્યા છે. ગાલેની પિચ પર જોવા મળતા ટર્ન અને અસમાન બાઉન્સને ધ્યાનમાં લેતા, ભારત પાસે જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથાર જેવા શક્તિશાળી સ્પિન બોલરો છે. આ સ્થિતિ જોતાં પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાની જીત માત્ર એક ઔપચારિકતા દેખાતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gautam gambhir ravindra jadeja no ball denies wicket in ind vs sl test

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ