બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાહનની ટક્કરથી બાઈક સવાર પત્ની-પુત્રનું મોત, પતિને ગંભીર ઈજા, વઢવાણ હાઈવે પર મોટો અકસ્માત
Last Updated: 11:06 PM, 18 August 2026
વઢવાણ-લખતર હાઈવે પર દેદાદરા પાટીયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈકને અજાણ્યા વાહનચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી જેમાં પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
રાહદારીએ પોલીસને જાણ કરી
રાહદારીએ વઢવાણ પોલીસને અકસ્માતની જાણ કરતા તે આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો.
ADVERTISEMENT
અમદાવાદ-રાજકોટ હાઈવે અકસ્માત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી ઓવરબ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે પણ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક કાર પર ચડી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : એવી જોરદાર ટક્કર કે ટ્રક કાર પર ચડી, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત
વાહનોની લાંબી કતારો લાગી
ADVERTISEMENT
ઘટનાને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર પર ચડેલી ટ્રકની ક્રેન દ્વારા ધીરે ધીરે નીચે ઉતારાઈ હતી. આ પહેલા જુન મહિનામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક, ટેન્કર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એકી સાથે 3 વાહનો ટકરાયા હતા જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો કારનું પડીકું વળી ગયું હતું, જ્યારે ટ્રક પલટી ખાઈ ગયો હતો. ભારત પેટ્રોલિયમના ટેન્કરની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.