બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : એવી જોરદાર ટક્કર કે ટ્રક કાર પર ચડી, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત

અકસ્માત / VIDEO : એવી જોરદાર ટક્કર કે ટ્રક કાર પર ચડી, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત

Published By: Hiralal Parmar
Reported By: Sachin Pithava

Last Updated: 09:12 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ-રાજકોટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી ઓવરબ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક કાર પર ચડી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વાહનોની લાંબી કતારો લાગી

ઘટનાને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર પર ચડેલી ટ્રકની ક્રેન દ્વારા ધીરે ધીરે નીચે ઉતારાઈ હતી.

વધુ વાંચો : VIDEO : ઉનામાં લીલીછમ મગફળી ચીરીને જતાં દેખાયા બે નર સિંહ, જુઓ વીડિયો

જુન મહિનામાં 2 લોકોના મોત

આ પહેલા જુન મહિનામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક, ટેન્કર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એકી સાથે 3 વાહનો ટકરાયા હતા જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો કારનું પડીકું વળી ગયું હતું, જ્યારે ટ્રક પલટી ખાઈ ગયો હતો. ભારત પેટ્રોલિયમના ટેન્કરની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AHMEDABAD NEWS rajkot highway Ahmedabad rajkot highway

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ