બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:37 AM, 19 August 2026
કોલકાતામાં બુધવારે વહેલી સવારે એક હોટલમાં ભીષણ આગ લાગતા મોટો અકસ્માત સર્જાયો છે. આગની ઝપેટમાં આવતા 8થી વધુ લોકોનાં કરૂણ મોત થયા છે. આ ઘટનામાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે.હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આગની ઘટનામાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે હોટલમાં સૂઈ રહેલા લોકોને બચવાનો સમય પણ મળ્યો નહોતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. લાંબા પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ કોલકાતાની મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર આવેલા એક હોટલમાં બુધવારે વહેલી સવારે લગભગ 2 વાગ્યે આગ લાગી હતી. શરૂઆતમાં લાગેલી આગ થોડી જ વારમાં વિકરાળ બની ગઈ હતી. હોટલમાં મોટાભાગના લોકો તે સમયે ઊંઘી રહ્યા હતા. આગ અને ધુમાડો ફેલાતા હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી.આ અગ્નિકાંડમાં 8થી વધુ લોકોનાં મોત થયા છે. મૃતકો બાંગ્લાદેશી નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સારવાર માટે કોલકાતા આવ્યા હતા અને હોટલમાં રોકાયા હતા. આગની ઘટનામાં અન્ય 6 લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Railway Water Quality: રેલવે સ્ટેશનનું પાણી પીતા પહેલા આ સમાચાર જરૂર વાંચો, સેમ્પલમાં મળ્યા બેક્ટેરિયા
ADVERTISEMENT
આગની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે ધુમાડા અને વિકરાળ આગ વચ્ચે ટીમે લાંબા સમય સુધી કામગીરી કરી હતી. અંતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.હાલ આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તપાસ બાદ પણ આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે.આગની આ ગંભીર ઘટના બાદ હોટલની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમની તપાસ બાદ આગ કેવી રીતે લાગી અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે સ્પષ્ટ થશે. હાલ મૃતકોની ઓળખ અને ઘાયલોની સારવાર સહિતની કામગીરી ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.