બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Railway Water Quality: રેલવે સ્ટેશનનું પાણી પીતા પહેલા આ સમાચાર જરૂર વાંચો, સેમ્પલમાં મળ્યા બેક્ટેરિયા
Last Updated: 08:13 AM, 19 August 2026
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણા લોકો રેલવે સ્ટેશન પર લાગેલા વોટર કૂલર કે નળનું પાણી પીવે છે. પરંતુ રેલવે સ્ટેશનોના પાણીની તપાસમાં કેટલીક ગંભીર ખામીઓ સામે આવી છે. CAGની તપાસમાં કેટલાક સ્ટેશનોના પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં મુસાફરોએ સ્ટેશનનું પાણી પીતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.
ADVERTISEMENT
CAG એટલે કે Comptroller and Auditor Generalએ દેશના 512 નોન-સબઅર્બન રેલવે સ્ટેશનોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તપાસનો મુખ્ય હેતુ સ્ટેશનો પર પીવાના પાણીની ગુણવત્તા અને સ્વચ્છતાની સ્થિતિ જાણવાનો હતો. આ દરમિયાન પાણીની સુવિધાઓ ઉપરાંત સ્ટેશનો પર ઉપલબ્ધ અન્ય જરૂરી સુવિધાઓની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં કેટલીક જગ્યાએ વ્યવસ્થામાં ખામીઓ જોવા મળી હતી.
ADVERTISEMENT
તપાસ દરમિયાન અનેક સ્ટેશનોના વોટર કૂલરમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોનાવલા, કોયમ્બતૂર, ભિવંડી રોડ, હૈદરાબાદ, કલ્યાણ, પાલક્કડ જંક્શન, મધુપુર સ્ટેશન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિતના સ્ટેશનોના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. કેટલાક સેમ્પલમાં E.coli બેક્ટેરિયા મળી આવ્યા હતા. પ્લેટફોર્મ પરના નળમાંથી લેવામાં આવેલા કેટલાક સેમ્પલમાં પણ કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા હતા.
ADVERTISEMENT
તપાસ બાદ CAGએ રેલવેને પાણીની સપ્લાય અને તેની ગુણવત્તા સાથે જોડાયેલા નિયમોનું સખતાઈથી પાલન કરવાની સલાહ આપી છે. પાણીની સમયાંતરે તપાસ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીના ટાંકીની નિયમિત સફાઈ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મુસાફરોને સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Jio Prime Membership ફરી લોન્ચ! ₹300માં 1 વર્ષ સુધી જૂના રિચાર્જ રેટ લોક, મળશે ₹600 સુધીના વાઉચર
ADVERTISEMENT
CAGની રિપોર્ટ બાદ રેલવે તરફથી પાણીની વ્યવસ્થાને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લગભગ 20 હજાર જગ્યાએ ટાંકીથી નળ સુધીની પાણીની સપ્લાય વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશ આપ્યા છે. તેનો હેતુ સ્ટેશન પર મુસાફરોને મળતા પાણીની ગુણવત્તા અને સપ્લાય વ્યવસ્થામાં સુધારો કરવાનો છે. પાણીના સ્ત્રોતથી લઈને નળ સુધીની વ્યવસ્થા પર વધુ ધ્યાન આપવામાં આવશે.
ADVERTISEMENT
તપાસ દરમિયાન માત્ર પીવાના પાણીની જ નહીં પરંતુ સ્ટેશનોની અન્ય સુવિધાઓની પણ સ્થિતિ તપાસવામાં આવી હતી. 403 સ્ટેશનો પર યુરિનલ સાથે જોડાયેલી ખામીઓ સામે આવી હતી. 201 સ્ટેશનો પર વોશરૂમની અછત જોવા મળી હતી. જ્યારે 2035 સ્ટેશનો પર પીવાના પાણીના નળ સાથે જોડાયેલી ખામીઓ નોંધાઈ હતી. આ આંકડા દર્શાવે છે કે ઘણા સ્ટેશનો પર મૂળભૂત સુવિધાઓમાં હજુ સુધારાની જરૂર છે.
જો રેલવે સ્ટેશન પર પાણી ગંદુ લાગે અથવા પાણીની ગુણવત્તા અંગે શંકા હોય તો મુસાફરો ફરિયાદ કરી શકે છે. તેના માટે રેલવે હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરી શકાય છે. મુસાફરો RailMadad પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત સ્ટેશન માસ્ટરની ઓફિસમાં જઈને પણ પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.