ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કાર લૉક, અને ચાવી ગુમ થઇ ગઇ? તો જો-જો આવી ભૂલ ન કરતા, નહીંતર...!
Last Updated: 04:39 PM, 6 October 2026
ADVERTISEMENT
ઘણીવાર ઉતાવળમાં કે ધ્યાન ચૂકવાને કારણે કારની ચાવી અંદર રહી જાય છે અને દરવાજો ઓટોમેટિક લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાઈ જવું સ્વાભાવિક છે, પરંતુ ઉતાવળમાં કાર ખોલવા માટે ખોટી પદ્ધતિ અપનાવવી તમને ભારે પડી શકે છે. કેટલાક લોકો ઉતાવળમાં કારની બારીનો કાચ તોડવાનો, લોકમાં તાર કે પેચકસ (સ્ક્રુડ્રાઈવર) નાખીને દરવાજો ખોલવાનો અથવા દરવાજાને જોરથી ખેંચવાનો પ્રયાસ કરે છે. આનાથી કારનું સેન્ટ્રલ લોકિંગ, વાયરિંગ, ગ્લાસ અને બોડી ફ્રેમ બગાડી શકે છે, જેનાથી રિપેરિંગનો ખર્ચ ખૂબ વધી જાય છે. જો તમારી કાર પણ આવી રીતે લોક થઈ જાય, તો ભૂલથી પણ નીચે આપેલી ભૂલો ન કરો અને સુરક્ષિત ઉપાયો અપનાવો..
ADVERTISEMENT

ADVERTISEMENT
ચાવી અંદર રહી જાય ત્યારે વિન્ડો ગ્લાસ તોડવો એ સૌથી સરળ રસ્તો લાગે છે, પરંતુ તે અત્યંત નુકસાનકારક છે. કાચ તોડવાથી શારીરિક ઈજા થવાનું જોખમ રહે છે અને નવો ગ્લાસ નખાવવાનો તેમજ અંદર વિખરાયેલા કાચને સાફ કરાવવાનો મોટો ખર્ચ થાય છે. (હા, જો કારની અંદર કોઈ બાળક કે પાલતુ પ્રાણી ફસાયેલું હોય અને તેના જીવને તાત્કાલિક જોખમ હોય તો જ ઈમરજન્સી હેલ્પ લઈને કાચ તોડવો યોગ્ય ગણાય).

ADVERTISEMENT
જૂના જુગાડ તરીકે લોકો તાર કે સ્ક્રુડ્રાઈવરથી લોક ખોલવા મથે છે. પરંતુ આજકાલની આધુનિક કારોમાં આવી ભૂલ કરવાથી દરવાજાની અંદર આવેલું ઇલેક્ટ્રોનિક સેન્સર અને વાયરિંગ સંપૂર્ણપણે ખરાબ થઈ શકે છે. જો કોઈ વસ્તુ અંદર ફસાઈ જાય તો રિપેરિંગનો ખર્ચ બમણો થઈ જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લોક થયેલા દરવાજાને તાકાતથી ખેંચવાથી ડોર હેન્ડલ અને રબર સીલિંગ તૂટી જાય છે. દરવાજા અને ફ્રેમ વચ્ચે જગ્યા બનાવવા માટે કોઈ ધારદાર વસ્તુ ભરાવવાથી કારની બોડી કાયમી ધોરણે ડેમેજ થઈ શકે છે, જેના પછી કારમાં પાણી અને હવા અંદર આવવાની સમસ્યાઓ સર્જાય છે.

ADVERTISEMENT
સૌપ્રથમ શાંત રહીને સ્પેર ચાવી ક્યાં છે તે ચકાસો. જો બીજી ચાવી ઘરે હોય તો પરિવારના સભ્ય પાસેથી મંગાવી લેવી સૌથી સરળ રસ્તો છે. આ સિવાય આજકાલની નવી કારોમાં કનેક્ટેડ કાર એપ, ડિજિટલ કી અથવા કી-લેસ રીમોટ અનલોક જેવા ઓપ્શન મળે છે, તેનાથી કાર અનલોક કરી શકાય છે. એકવાર અન્ય દરવાજા અને બૂટ (ડિજ્કી) પણ ચેક કરી લો.
વધુ વાંચો : BCCI સાથે રિવ્યૂ મીટિંગ બાદ હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી
જો કોઈ સરળ રસ્તો કામ ન કરે, તો કાર કંપનીની ઓથોરાઈઝ્ડ રોડસાઇડ અસિસ્ટન્સ સર્વિસનો સંપર્ક કરવો. જો આ સુવિધા ન હોય તો કોઈ અનુભવી ઓટો લોકસમિથ (ચાવી બનાવનાર એક્સપર્ટ) ની મદદ લેવી. નિષ્ણાતો પાસે કારને નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે લોક ખોલવા માટેના યોગ્ય સાધનો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT