ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ''તમારો દીકરો રેપ કેસમાં...'', વોટ્સએપ વીડિયો કૉલ પર આવ્યો રોવાનો અવાજ, અને મિનિટોમાં લાખો સ્વાહા!

એલર્ટ / ''તમારો દીકરો રેપ કેસમાં...'', વોટ્સએપ વીડિયો કૉલ પર આવ્યો રોવાનો અવાજ, અને મિનિટોમાં લાખો સ્વાહા!

Published By: Nirav Kumar

Last Updated: 12:07 AM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરમાં ડિજિટલ અરેસ્ટના નામે સરકારી કર્મચારી પાસેથી 1.70 લાખની ઠગાઈ થઇ હોવાનો કેસ સામે આવ્યો છે. જેમાં વિદેશમાં દીકરાને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

જયપુરમાં ‘ડિજિટલ અરેસ્ટ’ દ્વારા ઠગાઈનો એક ખૂબ જ ભયાનક કિસ્સો સામે આવ્યો છે. જેદમાં સાયબર અપરાધીઓએ વિદેશમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીના પિતાને લગભગ એક કલાક સુધી વોટ્સએપ વીડિયો કોલ પર બંધક બનાવી રાખ્યો હતો. દીકરાને ગંભીર ગુનામાં ફસાવવા અને ટોર્ચર કરવાની ધમકી આપીને ઠગોએ 1.70 લાખ રૂપિયા લઇ લીધા.

જયપુરના જાલુપુરા થાણા વિસ્તારમાં રહેતા એક સરકારી કર્મચારી સાથે આ ઘટના બની છે. પોલીસને આપેલી ફરિયાદ મુજબ પીડિત કર્મચારી 2 ઓક્ટોબરે સવારે લગભગ 11 વાગ્યે પોતાના ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના વોટ્સએપ પર એક અનનોન નંબરથી વીડિયો કોલ આવ્યો. કોલ કરનારની પ્રોફાઇલ પિક્ચરમાં પોલીસ અધિકારીની વર્દીવાળી તસવીર લગાવેલી હતી.

કોલ ઉપાડતાં જ સામેના વ્યક્તિએ પોતાને પોલીસ અધિકારી કહ્યા હતા. તેને ખૂબ જ કડક અવાજમાં કહ્યું કે તમારો દીકરો જે વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે તે એક ગંભીર રેપ કેસમાં પકડાયો છે અને પોલીસે તેને પકડી લીધો છે.

ફરિયાદી પિતાના જણાવ્યા અનુસાર, ઠગોએ તેમના પર એટલો માનસિક દબાણ બનાવ્યું કે તેઓ ખૂબ ડરી ગયા. અપરાધીઓએ વિદેશી કાયદાનો હવાલો આપીને ભારે ટોર્ચરની ધમકીઓ આપી. વાતને સાચી સાબિત કરવા માટે તેમણે બેકગ્રાઉન્ડમાં રુદન અને મારપીટની ઓડિયો-વીડિયો ક્લિપ પણ ચલાવી હતી. જેથી પીડિતને લાગ્યું કે તેમનો દીકરો ખરેખર કસ્ટડીમાં રુદન કરી રહ્યો છે. આ દરમિયાન ઠગોએ પિતાને હિદાયત આપી કે તેઓ કોલ ડિસ્કનેક્ટ ન કરે અને ન તો કોઈ ત્રીજા વ્યક્તિ કે પોતાના દીકરા સાથે સીધો સંપર્ક કરે.

વધુ વાંચો : અજાણ્યા નંબરથી આવતા ઠગાઈભર્યા મેસેજ અંગે WhatsAppનું સિક્યોરિટી ફીચર કરશે એલર્ટ, ફ્રોડથી બચવા આ સેટિંગ કરો ON

દીકરાને કેસમાંથી બચાવવાની વિનંતી કરતા પિતા પાસેથી ઠગોએ ‘FIRમાંથી નામ કાઢવા’ના બદલામાં 1.70 લાખ રૂપિયાની માંગ કરી. જેમાં ડરના કારણે પિતાએ તરત પોતાના સગા-સંબંધીઓ અને પરિચિતો પાસેથી પૈસાની વ્યવસ્થા કરી અને ઠગોએ આપેલા બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી દીધી. જેમાં પૈસા મળ્યા બાદ ઠગોએ દીકરો જલ્દી છૂટી જશે એમ કહીને કોલ કાપી નાખ્યો. જ્યારે પીડિતે પોતાના દીકરા સાથે સીધો સંપર્ક કર્યો ત્યારે આ મોટા ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડનું પર્દાફાશ થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

digital arrest Jaipur rape case

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ