બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Gen Z ના ભરોસા સાથે રમત નહીં સાંખી લેવાય: CJPની સરકારને આંદોલનની ખુલ્લી ચેતવણી

નેશનલ / Gen Z ના ભરોસા સાથે રમત નહીં સાંખી લેવાય: CJPની સરકારને આંદોલનની ખુલ્લી ચેતવણી

Published By: Pravin Joshi

Last Updated: 11:59 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોકરોચ જનતા પાર્ટીએ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવાની બાબતે કેન્દ્ર સરકાર સામે ફરી આક્રમક વલણ અપનાવ્યું છે.

કોકરોચ જનતા પાર્ટીએ દેશના વિદ્યાર્થીઓ અને યુવા નાગરિકોના મુદ્દે કેન્દ્ર સરકારને ફરી એકવાર ગંભીર ચેતવણી આપી છે. CJP દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR ની સંયુક્ત યાદી માંગી રહી છે જેથી તેને એકસાથે રદ કરી શકાય, પરંતુ કેન્દ્ર સરકાર આ યાદી અદાલત સમક્ષ રજૂ કરવામાં આનાકાની કરી રહી છે.

CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે, અમે સરકારને ભારતના વિદ્યાર્થીઓ, Gen Z અને યુવા નાગરિકોના ભરોસા સાથે રમવાની મંજૂરી આપવાના નથી. તેમણે ઉમેર્યું કે જો સરકાર 25 જૂલાઈના રોજ આપેલા વચનો પાળવા માટે તાત્કાલિક નક્કર પગલાં નહીં ભરે, તો કોકરોચ જનતા પાર્ટી આગામી 2 દિવસની અંદર પોતાની નેશનલ વર્કિંગ કમિટીની બેઠક બોલાવશે અને સમગ્ર દેશમાં આગળના આંદોલન અંગે નિર્ણય લેશે.

સરકાર પોતાના વચનો પૂરા નથી કરી રહી: સૌરવ દાસ

સૌરવ દાસે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અદાલતે કેન્દ્ર સરકાર પાસે 3 વખત FIR ની યાદી માંગી હતી, પરંતુ સરકારના વકીલે તે આપવાનો વિરોધ કર્યો હતો અને કોઈ ચોક્કસ વચન આપ્યું નહોતું. CJP એ આ વલણને 25 જૂલાઈના રોજ સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોનો ભંગ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે 25 જૂલાઈના રોજ જ્યારે CJP એ પોતાનું દેશવ્યાપી આંદોલન પાછું ખેંચ્યું હતું, ત્યારે સરકારે વિદ્યાર્થીઓ સામેની FIR પાછી ખેંચવા, પ્રદર્શનકારીઓને દંડાત્મક કાર્યવાહીથી બચાવવા અને અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવાનું આશ્વાસન આપ્યું હતું.

CJP Film (3)

સરકારની દાનત પર સવાલો

CJP ના પ્રવક્તાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એવો વિકલ્પ પણ આપ્યો હતો કે ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેસોની અલગથી ઓળખ કરી શકાય જેથી તેનો અલગથી નિકાલ થાય. તેમ છતાં સરકાર દ્વારા યાદી રજૂ ન કરાતાં તેના ઈરાદા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. યુવાનોને એ જાણવાનો અધિકાર છે કે 25 જૂલાઈના વચનો માત્ર દેશવ્યાપી આંદોલન પૂરું કરાવવા માટે આપવામાં આવ્યા હતા કે તેને અમલમાં પણ મૂકવામાં આવશે.

વધુ વાંચો : VIDEO : ગિરનાર હનુમાન ધારા મંદિરમાં પૂજારીએ મિત્રો સાથે માણી દારૂની મહેફિલ, વીડિયો વાયરલ

20 જૂલાઈની ઘટના અને વિરોધનું કારણ

આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ 20 જૂલાઈના રોજ યોજાયેલા સંસદ માર્ચ સાથે જોડાયેલી છે. જંતર-મંતર પર અઠવાડિયા સુધી ચાલેલા પ્રદર્શન અને ભૂખ હડતાળ બાદ 20 જૂલાઈના રોજ હજારો વિદ્યાર્થીઓએ સંસદ તરફ પ્રયાણ કર્યું હતું. પ્રદર્શનકારીઓ પરીક્ષા પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારાની માંગ કરી રહ્યા હતા. આ માર્ચ દરમિયાન સેન્ટ્રલ દિલ્હીમાં પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ થતાં સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો હતો અને અશ્રુવાયુના ગોળા છોડ્યા હતા, જેના પછી અનેક વિદ્યાર્થીઓ સામે FIR નોંધવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GenZ CockroachJanataParty SouravDas

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ