બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ગિરનાર હનુમાન ધારા મંદિરમાં પૂજારીએ મિત્રો સાથે માણી દારૂની મહેફિલ, વીડિયો વાયરલ
Last Updated: 08:00 PM, 18 August 2026
ગિરનાર હનુમાન ધારા મંદિરના પૂજારીએ પવિત્ર ગિરનારની ગરિમા લજવી છે. પૂજારી વિશાલ અગ્રાવતે મંદિરમાં જ તેના ભાઈ સાથે દારુની પાર્ટી ગોઠવી હતી અને તેઓ દારુ પીતા જોવા મળ્યાં હતા. પૂજારીઓના કરતૂતો થી ભાવિકોમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
મિત્રો સાથે મહેફિલ માણતા ગિરનાર હનુમાન ધારા મંદિરના પૂજારીનો Video વાયરલ#Girnar #HanumanDhara #Junagadh #ViralVideo #VTVDigital pic.twitter.com/gnMWJbr9rr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 18, 2026
દારુ મહેફિલનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
દારુની મહેફિલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે પછી ભાવીક ભક્તોમાં રોષનું મોજું ફેલાયું હતું. પૂજારીને હોદ્દા પરથી હટાવાની પણ માંગ ઉઠી છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે પણ લોકોની માંગ છે.
વધુ વાંચો : VIDEO : ઉનામાં લીલીછમ મગફળી ચીરીને જતાં દેખાયા બે નર સિંહ, જુઓ વીડિયો
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજની મહેફિલ
ઉલ્લેખનીય છે માર્ચ 2026માં ગિરનાર ઉપરના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની મહેફિલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. વાઈરલ વીડિયોમાં બેથી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારુ પીતા જોવા મળી રહ્યા હતા. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મંદિરના 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.