બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હથિયારબંધીને લઇ અમદાવાદ CPના જાહેરનામાથી વિવાદ, જાણો કેમ?
Last Updated: 06:54 PM, 18 August 2026
અમદાવાદના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં હથિયારબંધી અંગેનું નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા હેઠળ તલવાર, છરી, ધારીયા, ચપ્પા જેવા ઘાતક હથિયારો લઈ જવા, પથ્થરો એકઠા કરવા કે લઈ જવા તેમજ અન્ય હિંસક સાધનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હથિયારબંધી 18 ઓગસ્ટ 2026 થી 1 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. જોકે, આ વખતે સમગ્ર શહેરને આવરી લેવાના બદલે માત્ર 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પોશ ગણાતા સિંધુભવન રોડ, સેટેલાઈટ, જજીસ બંગ્લોઝ અને ગુજરાત યુનિવર્સિટી સહિતના 14 પોલીસ સ્ટેશન વિસ્તારોને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Ahmedabad, Gujarat: Ahmedabad Police Commissioner, Anupam Singh Gahlaut, says, “In June, a ‘Boss Scam’ case was registered at the Ahmedabad Cyber Crime Police Station, wherein criminals had siphoned off Rs 1.5 crore by impersonating a boss. Acting swiftly, the police… pic.twitter.com/VfZW8x6S1r
— ANI (@ANI) August 18, 2026
ADVERTISEMENT
જે 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હથિયારબંધી લાગુ કરવામાં આવી છે, ત્યાં નીચે મુજબના કૃત્યો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જેમાં તલવાર, ભાલા, બંદૂક, ખંજર અને 2.5 ઇંચથી વધુ લાંબુ તથા અણીવાળું પાનું ધરાવતા રામપુરી ચપ્પુ કે શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા સાધનો સાથે રાખવા પર પ્રતિબંધ રહેશે. તો સાથે સાથે પરવાનાવાળા હથિયારો જાહેર સ્થળોએ લઈ જવા, હવામાં ફાયરિંગ કરવા અથવા ધાર્મિક સરઘસ અને મેળાવડામાં લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે. શરીરને હાનિકારક કે વિસ્ફોટક પદાર્થો લઈ જવા પર, પથ્થરો અથવા ફેંકી શકાય તેવા સાધનો એકઠા કરવા કે તૈયાર કરવા પર, સળગતી મશાલ સાથે સરઘસ કાઢવા પર. વ્યક્તિના આકૃતિઓ કે પૂતળા દેખાડવા પર, રાજ્યની સલામતી જોખમાય કે પ્રતિષ્ઠાનો ભંગ થાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપવા, ચિત્રો કે નિશાનીઓ ફેલાવવા પર પ્રતિબંધ રહેશે.
ADVERTISEMENT
આ મામલે સ્પેશિયલ બ્રાન્ચના ACP એન.વી. પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દરેક વિસ્તારમાં હથિયારબંધી લાગુ કરવી કાયદાકીય રીતે ફરજિયાત નથી. કમિશનરને જ્યારે લાગે કે અમુક ચોક્કસ વિસ્તારોમાં શરીર સંબંધી ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે તે વિસ્તારો પૂરતું જ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. પૂર્વ પોલીસ કમિશનર નવેમ્બર 2025 થી પોતાના કાર્યકાળ સુધી તમામ વિસ્તારોમાં આ નિયમ લાગુ કરતા હતા, પરંતુ હાલમાં ગુનાખોરીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને 35 વિસ્તારો પસંદ કરાયા છે.
ADVERTISEMENT
અહેવાલ મુજબ કુલ 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. જેમાં સોલા, ઘાટલોડિયા, નારણપુરા, વાડજ, શાહપુર, કારંજ, સાબરમતી, માધવપુરા, ચાંદખેડા, રાણીપ, કાલુપુર, ખાડિયા, શહેરકોટડા, ગાયકવાડ हवेલી, સરદારનગર, મેઘાણીનગર, દરિયાપુર, શાહીબાગ, કૃષ્ણનગર, અમરાઈવાડી, ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, નારોલ, કાગડાપીઠ, ઈસનપુર, દાણીલીમડા, સરખેજ, વેજલપુર, ઓઢવ, નિકોલ, વટવા, વટવા જીઆઈડીસી અને રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, ગુજરાત યુનિવર્સિટી, વાસણા, નવરંગપુરા, એલિસબ્રિજ, સેટેલાઇટ, એરપોર્ટ, ખોખરા, મણિનગર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અવારનવાર વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણ અને વિરોધ પ્રદર્શનો થતા હોય છે. આ ઉપરાંત પ્રેમ પ્રકરણમાં યુવતીઓ પર હુમલાના બનાવો પણ બનતા હોય છે, છતાં આ વિસ્તારને મુક્તિ અપાતા આશ્ચર્ય સર્જાયું છે. આ સિવાય પાલડી વિસ્તાર, જ્યાં કોંગ્રેસનું પ્રદેશ કાર્યાલય આવેલું છે અને તાજેતરમાં રેલીઓ યોજાઈ હતી, તેને પણ બાકાત રખાયું છે.
આ પણ વાંચોઃ નેશનલ / રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય-અનિલ મિશ્રાને ક્લીન ચિટ! SITએ 8 લોકોને ગણાવ્યા દોષી
ઉલ્લેખનીય છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે સરકારી સેવા કે ફરજ પરના કર્મચારીઓને પોતાના હથિયારો સાથે રાખવામાં આ નિયમમાંથી છૂટછાટ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.