બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વૃશ્ચિકમાં ચંદ્રનું ગોચર, 3 રાશિ પર પડશે નકારાત્મક અસર! 2 દિવસ રહો સાવધાન

photo-story

6 ફોટો ગેલેરી

Moon Transit 2026 / વૃશ્ચિકમાં ચંદ્રનું ગોચર, 3 રાશિ પર પડશે નકારાત્મક અસર! 2 દિવસ રહો સાવધાન

Last Updated: 02:46 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Moon Transit 2026: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મનનો કારક ગ્રહ ચંદ્ર આજે રાત્રે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જે તેની નબળી સ્થિતિની રાશિ છે. આ ગોચર વિશેષ માનવામાં આવે છે કારણ કે ચંદ્રના તેની નિમ્મ રાશિમાં પ્રવેશને લીધે અમુક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પડશે.

1/6

photoStories-logo

1. ચંદ્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન, માતા, માનસિક સ્થિતિ અને શીતળતાનો કારક માનવામાં આવે છે. તે સૌથી ઝડપથી ગતિ કરતો ગ્રહ છે અને લગભગ દર સવા બે દિવસે પોતાની રાશિ બદલે છે. આજે રાત્રે 18 ઓગસ્ટે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચંદ્ર ગોચરની અસર

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં જે તે નિર્બળ બને છે. પરિણામે, વ્યક્તિ માનસિક તણાવ, અનિર્ણાયકતા અને ભાવનાઓમાં અચાનક આવતા ઉતાર-ચઢાવનો અનુભવ કરી શકે છે. ચંદ્રના આ ગોચર દરમિયાન, ત્રણ ચોક્કસ રાશિના જાતકોએ વિશેષ સાવચેતી અને ધીરજ રાખવાની જરૂર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર આઠમા ભાવમાં થઈ રહ્યું છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી. ભૂતકાળની સમસ્યાઓ અથવા કોઈ અજાણ્યા ભયને કારણે તમે માનસિક બેચેની અનુભવી શકો છો. ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળો. તમારે પેટને લગતી સમસ્યાઓ અથવા મોસમી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો અને કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મિથુન રાશિ

કાર્યસ્થળ પર છૂપાયેલા શત્રુઓ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરી શકે છે. તેથી તમારા પોતાના કામ પર ધ્યાન આપો અને ગપસપ કે વાદ-વિવાદથી દૂર રહો. બિનજરૂરી ખર્ચ તમારા બજેટને ખોરવી શકે છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈને પણ પૈસા ઉછીના આપવાનું ટાળો. તમને માનસિક થાક અને આળસનો અનુભવ થઈ શકે છે. પૂરતી ઊંઘ લો અને તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

ચંદ્ર તમારી રાશિમાં પ્રવેશ કરશે, જેની સીધી અસર તમારા મન અને વર્તન પર પડશે. નાની-નાની બાબતોને લઈને તમને ગુસ્સો કે ઉદાસી અનુભવાઈ શકે છે. અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે વાણી પર સંયમ રાખવો અત્યંત આવશ્યક છે. જીવનસાથી કે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. તેથી ધીરજ અને સમજદારીથી પરિસ્થિતિને સંભાળો. કાર્યસ્થળ પર તમારે કામના દબાણનો સામનો કરવો પડશે. આ ગોચર દરમિયાન કોઈપણ નવા રોકાણ કે વ્યાપારી કરારોને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વિશેષ ઉપાય

ચંદ્રની નકારાત્મક અસરોને ઓછી કરવા અને માનસિક શાંતિ મેળવવા માટે, શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પણ કરો. આ ઉપરાંત, સાંજના સમયે ऊं सोम सोमाय नमः અથવા ऊं नमः शिवाय મંત્રનો જાપ કરો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

negative impact on zodiac signs Moon Transit 2026 chandra gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ