બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરના માધવપુર દરિયામાં પગ બોળવા ગયેલા દંપતી તણાયા! પત્નીનું મો*ત, પતિની હાલત ગંભીર
Last Updated: 03:41 PM, 18 August 2026
પોરબંદર જિલ્લાના માધવપુર દરિયા કિનારે પાણીમાં પગ બોળવા ગયેલા પતિ-પત્ની દરિયાના મોજા સાથે તણાઈ જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં મહિલાનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે તેમના પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
પતિ-પત્નિ માધવપુરના દરિયા કિનારે ગયા હતા
મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીના અંજલિબેન હરિમોહન શર્મા તેમના પતિ હરિમોહન શર્મા સાથે માધવપુરના દરિયા કિનારે ગયા હતા. બંને પાણીમાં પગ બોળવા માટે દરિયામાં ઉતર્યા હતા. દરમિયાન અચાનક આવેલા પાણીના મોજા સાથે બંને તણાઈ ગયા હતા.
ADVERTISEMENT
પતિ-પત્નીને સમુદ્રમાંથી બહાર કાઢ્યા
ઘટના સમયે દરિયા કિનારે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પતિ-પત્નીને સમુદ્રમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, અંજલિબેન હરિમોહન શર્માનું ડૂબી જવાથી મોત થયું હતું. બીજી તરફ તેમના પતિ હરિમોહન શર્માની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લોધિકા સંઘની ચૂંટણીમાં રાજકીય સોગઠા! રાદડિયા-કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણ, 16 બેઠકો માટે 8 સપ્ટેમ્બરે મતદાન
આ ઘટનાને પગલે દરિયા કિનારે શોકનો માહોલ છવાયો હતો. દરિયામાં ઉતરતી વખતે પાણીના મોજા અને દરિયાઈ પ્રવાહ અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.