બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બ્રેઝા કાર-9 મોબાઈલ સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત, જૂનાગઢના મેંદરડામાં દારૂની મહેફીલ ઝડપાઈ
Last Updated: 04:21 PM, 18 August 2026
જન્માષ્ટમી નજીક આવતાં જ જુગાર અને દારુ પાર્ટી ઝડપવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. સુરત બાદ હવે જુનાગઢમાંથી દારુની પાર્ટી ઝડપાઈ છે. જુનાગઢના મેંદરડામાં ફાર્મહાઉસમાં ચાલતી એક દારુ પાર્ટી પર પોલીસે દરોડો પાડીને 19 સ્ત્રી-પુરુષોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
મેંદરડાના નતાળીયા ગામ નજીક ફાર્મહાઉસમાં પાર્ટી
મેંદરડાના નતાળીયા ગામ નજીક વાઈલ્ડ વાડી કોટેઝ ફાર્મહાઉસમાં ક્રાઈમ બ્રાન્ચ દરોડા પાડ્યો હતો જેમાં દારુના ગ્લાસ સાથે ઝુમી રહેલા યુવત-યુવતીઓને જોઈ શકાતા હતા. પોલીસે સ્થળ પરથી બીયરની બોટલો, ગ્લાસ સહિત એક બ્રેઝા કાર અને 9 મોબાઈલ સહિત કુલ રૂ.1,95,807નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાઓ હેઠળ ગુનો નોંધાયો છે.
ADVERTISEMENT
15 ઓગસ્ટે સુરતના ડુમસમાં પકડાઈ દારુ પાર્ટી
ઉલ્લેખનીય છે કે સુરતના ડુમસ વિસ્તારના બાપુજીની વાડીમાં 14 ઓગસ્ટની રાત્રે જન્મદિવસની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ગોઠવાઈ હતી જેમાં લોકો દારુ પીધેલી હાલતમાં સંગીતના તાલે ઝૂમતા નજરે પડ્યાં હતા. પોલીસે બાતમીને આધારે દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થ-ડે પાર્ટીના નામે યુવાન-યુવતીઓ દારુ પી રહ્યાં હતા.
ADVERTISEMENT
ઘટનાસ્થળેથી શું શું જપ્ત?
પોલીસે સ્થળ પરથી 1 પેક્ડ વ્હિસ્કીની બોટલ, 5 અડધી ભરેલી દારૂની બોટલો, બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સ કબ્જે કર્યા છે. આ ઉપરાંત અંદાજે રૂ. 98 લાખની કિંમતની 9 લક્ઝુરિયસ ફોર-વ્હીલર ગાડીઓ અને રૂ. 6.67 લાખના 24 નંગ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ રૂ. 1,04,67,000નો મુદ્દામાલ જમા લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મેડિકલ સહિતની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.