ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મણિપુરમાં તોફાનીઓનો કોહરામ, 24 કલાકમાં 9 લોકોના મોત, 14 ઘરોને આગ ચાંપી

Manipur News / મણિપુરમાં તોફાનીઓનો કોહરામ, 24 કલાકમાં 9 લોકોના મોત, 14 ઘરોને આગ ચાંપી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:52 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manipur News: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. નાગા અને કુકી સમુદાયો વચ્ચે થયેલા હિંસક અથડામણમાં છેલ્લા 24 કલાકમાં નવ લોકોના મોત થયા છે.

ADVERTISEMENT

Manipur News: મણિપુરમાંથી હિંસા અને આગચંપીના ભયાનક અહેવાલો સામે આવ્યા છે. અહી કુકી અને નાગા સમુદાયો વચ્ચે થયેલા અથડામણ બાદ છેલ્લા 24 કલાકમાં નવ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને એક ડઝનથી વધુ ઘરોને આગ ચાંપી દેવામાં આવી છે.

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. નાગા અને કુકી સમુદાયો વચ્ચે થયેલા હિંસક અથડામણમાં છેલ્લા 24 કલાકમાં નવ લોકોના મોત થયા છે અને 14 ઘરોને આગ ચાંપી દેવામાં આવી છે. આ ઘટનાને કારણે કુકી અને નાગા સમુદાયો વચ્ચે તણાવ ફરી શરૂ થયો છે, જેના કારણે કાંગપોકપી જિલ્લામાં બંધ પાળવાની ફરજ પડી છે.

અધિકારીઓએ મીડિયાને શનિવારે જણાવ્યું હતું કે હિંસાનો ભોગ બનેલાઓમાં કામજોંગ જિલ્લામાં ગોળીબારમાં માર્યા ગયેલા કુકી મહિલાનો સમાવેશ થાય છે. વધુમાં કામજોંગ અને કાંગપોકપીમાં અલગ અલગ હુમલાઓમાં એક નાગા ગ્રામ રક્ષકનું મોત થયું હતું, અને ઉખરુલ જિલ્લામાં એક ઓચિંતો હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું.

હિંસાને કારણે કામજોંગ જિલ્લા વહીવટીતંત્રે ચસાડ પોલીસ સ્ટેશનથી 400 મીટરની અંદર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. દરમિયાન કુકી સંગઠન, કમિટિ ઓન ટ્રાઇબલ યુનિટી (CoTU) એ શનિવારે સાંજે 6 વાગ્યાથી કાંગપોકપી જિલ્લામાં 24 કલાક બંધનું એલાન કર્યું હતું.

પોલીસના અનુસાર સિવિલ પોલીસ, ઇન્ડિયા રિઝર્વ બટાલિયન અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના સુરક્ષા કર્મચારીઓએ પોલીસ સ્ટેશન નજીક કથિત ગેરકાયદેસર બંકરોના બાંધકામના અહેવાલોને પગલે તેમને દૂર કરવા માટે એક કાર્યવાહી શરૂ કરી હતી.

આ કામગીરી દરમિયાન અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરોએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો, અને સુરક્ષા કર્મચારીઓએ વળતો જવાબ આપ્યો હતો. સ્થાનિક મહિલાઓએ કથિત રીતે કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તૌથાંગને ગળા પાસે ડાબા છાતીના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટના 9 ઓક્ટોબરના રાત્રે 9:35 વાગ્યે બની હતી, જ્યારે ચસાડ ગામના સ્વયંસેવકોની કથિત મનસ્વી ધરપકડ અને અટકાયત સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ હતું.

આ હત્યા બાદ સશસ્ત્ર જૂથો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે આગચંપી અને ફરીથી ગોળીબાર શરૂ થયો. હિંસા દરમિયાન બંને સમુદાયના સભ્યોના ઓછામાં ઓછા 14 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તોફાનીઓએ ચાસદ પોલીસ સ્ટેશનમાં આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેના પ્રવેશદ્વાર પાસેની લાકડાની કેટલીક દુકાનોને નુકસાન થયું હતું.

શનિવારે સવારે 5 વાગ્યાની આસપાસ ગોળીબાર ફરી શરૂ થયો અને સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહ્યો.

VTV Digital 1

આ પણ વાંચોઃ CJP Protest / દિલ્હી પોલીસે 7000થી વધુને કસ્ટડીમાં લીધા, કેજરીવાલ સહિત આ નેતાઓને છોડ્યા, જાણો આજે શું શું થયું?

કુકી મહિલા સંઘના મુખ્યાલયે દાવો કર્યો હતો કે 23 વર્ષીય માઈકલ નગામિનલેન હાઓકિપની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિમ (ઈસક-મુઈવા) એટલે NSCN-IM, અને તેના ઇસ્ટર્ન ફ્લેન્ક જૂથના સભ્યો દ્વારા કરવામાં આવી હોવાનો આરોપ છે. આ આરોપની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

અન્ય એક ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ કામજોંગ જિલ્લાના નિંગચો ચિંગડોંગ ગામમાં થયેલા હુમલામાં બે નાગા ગ્રામ રક્ષકો - નગાચાન્સો નિંગશેન(ઉ 30), અને લીશિશન હાંગ્યો(ઉ.વ. 50) માર્યા ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manipur Violence Manipur

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ