ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:03 AM, 11 October 2026
ADVERTISEMENT
રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના શીર્ષ નેતાઓની પોલીસ અટકાયત બાદ રાજકીય હલચલ તેજ બની છે. પાર્ટીના ત્રણેય મુખ્ય નેતાઓની ગેરહાજરીમાં સંગઠનની કમાન સંભાળી રહેલા રાષ્ટ્રીય સંગઠન પ્રભારી અજિંક્ય શિંદેએ સોશિયલ મીડિયા પર વિડીયો સંદેશ જારી કરીને સરકાર સામે મોરચો ખોલ્યો છે. શિંદેએ રવિવાર, 11 October ના રોજ સવારે 10:00 વાગ્યે CJP સમર્થકો અને યુવાનોને ફરી એકવાર જંતર-મંતર ખાતે એકઠા થવાનું આહ્વાન કર્યું છે.
ADVERTISEMENT
11 October | Sunday | 10am Chalo Jantar Mantar! @Cockroachisback https://t.co/U7Gk8i6fYV
— Ajinkya Shinde (@AjinkyaCJP) October 10, 2026
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા વિડીયોમાં અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે, અમે જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા છીનવી લેવામાં આવેલા 12 કરોડ મતદારોના અધિકારો પાછા માંગવા ગયા હતા. પરંતુ સરકારના કહેવાથી પોલીસે સીજેપીના મુખ્ય નેતાઓ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ સહિત અનેક વિદ્યાર્થી નેતાઓ તથા સ્વયંસેવકોની અટકાયત કરી લીધી.
#WATCH | Delhi: Heavy security deployed at Connaught Place ahead of the protest called by the CJP against CEC Gyanesh Kumar. Several protesters are also detained. https://t.co/YwaqTXSs7u
— ANI (@ANI) October 10, 2026
ADVERTISEMENT
સરકાર પર આકરા પ્રહારો કરતા શિંદેએ ઉમેર્યું કે, તંત્રને લાગતું હતું કે નેતાઓની અટકાયત કરવાથી કાર્યકર્તાઓ ડરીને ઘરે પાછા જતા રહેશે. પરંતુ સરકારનું આ પગલું તેમનો ડર બતાવે છે અને આ સાબિત કરે છે કે CJP અડધી લડાઈ અગાઉથી જ જીતી ચૂકી છે. તેમણે કહ્યું કે જેમ ભૂતકાળમાં જનતાના અવાજ સામે અહંકારનો પરાજય થયો હતો, તેવી જ રીતે આ વખતે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિડીયોના અંતમાં કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતાં તેમણે કહ્યું કે, "રવિવારે સવારે 10:00 વાગ્યે આપણે ફરી જંતર-મંતર તરફ કૂચ કરીશું. જો દિલ્હી પોલીસ રસ્તામાં રોકવાનો પ્રયાસ કરશે, તો કાર્યકર્તાઓ જ્યાં રોકાશે ત્યાં જ પોતાનું 'જંતર-મંતર' બનાવીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દેશે." તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલનકારીઓ પાછા હટશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT