ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CJPના આંદોલનના પડઘા ગુજરાતમાં પડ્યા, અમદાવાદમાં વિરોધ કરનાર યુવાનોની પોલીસે અટકાયત કરી

અમદાવાદ / CJPના આંદોલનના પડઘા ગુજરાતમાં પડ્યા, અમદાવાદમાં વિરોધ કરનાર યુવાનોની પોલીસે અટકાયત કરી

Published By: Vishal Khamar
Reported By: Shubham Bhatt

Last Updated: 11:06 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એલિસબ્રિજ ચાર રસ્તા પાસે Gen-Z અને કોંગ્રેસના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે શુભમ ઠાકર સહિત પ્રદર્શનકારીઓની અટકાયત કરી.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે Gen-Zના યુવાનો અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એલિસબ્રિજ ચાર રસ્તા નજીક યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન ‘વોટ ચોર ગદ્દી છોડો’ અને ‘જ્ઞાનેશ કુમાર હટાવો, લોકશાહી બચાવો’ના નારા લગાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં બપોરે ભાજપ દ્વારા રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે Gen-Zના યુવાનો અને કોંગ્રેસના નેતાઓ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એમ.જે. લાયબ્રેરીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન યુવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયા તથા લોકશાહી સંબંધિત મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત શરૂ કરી હતી. કોંગ્રેસના કેટલાક નેતાઓને પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.

આ વિરોધ પ્રદર્શનમાં અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાફલા સામે કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવનાર શુભમ ઠાકર પણ જોડાયા હતા. જોકે, પોલીસે તેમની પણ અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ ગાંધીનગર મનપાની ચૂંટણી: ભાજપનો ગઢ જળવાશે કે કોંગ્રેસ કરશે સત્તા પરિવર્તન? આપની ગેરહાજરીથી કોને થશે ફાયદો?

પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા બાદ શુભમ ઠાકરે આગામી સમયમાં અમદાવાદમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ નિવેદનને પગલે આગામી દિવસોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad protest Congress protest Gen-Z protest Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ