ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Navratri / Navratri Style Diary / નવરાત્રીમાં ચણિયા ચોળી ખરીદતા પહેલા જાણો આ 5 લેટેસ્ટ ટ્રેન્ડ્સ

Navratri Special / નવરાત્રીમાં ચણિયા ચોળી ખરીદતા પહેલા જાણો આ 5 લેટેસ્ટ ટ્રેન્ડ્સ

Published By: Kalpesh Kandoria

Last Updated: 11:35 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં ચણિયાચોળી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? તો સ્ટાઇલિશ બ્લાઉઝ સહિતના આ પાંચ ટ્રેન્ડ્સ જાણો, જે તમારા ગરબા લુકને નવો અંદાજ આપશે.

ADVERTISEMENT

નવરાત્રી નજીક આવતા જ બજારોમાં ચણિયા ચોળીની નવી નવી ડિઝાઇન જોવા મડી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ગુજરાતી કારીગરી સાથે આધુનિક ડિઝાઇન નું મિશ્રણ જોવા મડી રહ્યું છે. જો તમે પણ આ નવરાત્રી માટે નવી ચણિયા ચોળી લેવાનું વિચારી રહ્યા છો, તો ખરીદી કરતાં પેહલા આ 5 ટ્રેન્ડ્સ પર એક નજર ચોક્કસ કરો.

અરીસાકામ સાથે રંગબેરંગી ભરતકામ

ગુજરાતી ચણિયા ચોળીની ઓડખ ગણાતા અરીસાકામ નો ટ્રેન્ડ હજુ યથાવત છે. જોકે આ વર્ષે માત્ર પરંપરાગત અરીસાકામને બદલે રંગબેરંગી દોરા, ભરતકામ અને વિવિધ આકારના અરિસાનું કોમ્બિનેશન જોવા મડી રહ્યું છે. ખાસ કરીને ચટક રંગોના ચણિયામાં આવું કામ ગરબાના પ્રસંગે ખૂબ આકર્ષક લાગે છે.

બાંધણી અને લહેરિયાનો નવો અંદાજ

બાંધણી અને લહેરિયા જેવા પરંપરાગત ગુજરાતી કાપડને પણ આ વર્ષે નવા અંદાજમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. ચણિયા સાથે બાંધણી અથવા લહેરિયાની ઓઢણીનો મેડાપ પરંપરાગત દેખાવ આપે છે. તેમાં આધુનિક કિનારી, ભરતકામ અને અલગ પ્રકારની ડિઝાઇન ઉમેરવાથી આખો પહેરવેશ વધુ આકર્ષક લાગે છે.

પેસ્ટલ રંગો સાથે ચટક રંગોનું સંયોજન

ચણિયા ચોળીમાં માત્ર લાલ, લીલો અને પીડો જેવા ચટક રંગો જ નહીં, પરંતુ હડવા રંગો પણ જોવા મડી રહ્યા છે. ગુલાબી, આકાશી, લીલો, પીડો જેવા હડવા રંગો સાથે ચટક રંગની કિનારી અથવા ભરતકામ નું કોમ્બિનેશન આ વર્ષે પસંદ કરવામાં આવી રહ્યું છે. જે લોકો પરંપરાગત અને આધુનિક બંને પ્રકારનો દેખાવ ઈચ્છે છે, તેમના માટે આ વિકલ્પ ઉપયોગી બની શકે છે.

અલગ પ્રકારના બ્લાઉજના નમૂના

ચણિયા સાથે બ્લાઉજમાં પણ નવા પ્રયોગો જોવા મડી રહ્યા છે. ગડાની અલગ ડિઝાઇન, આકર્ષક બાંય, કાચકામ અને ભરતકામ વાડા બ્લાઉજ પસંદ કરવામાં આવી રહ્યા છે. જોકે બ્લાઉજ પસંદ કરતી વખતે દેખાવ સાથે આરામ અને યોગ્ય માપનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ભારે ઓઢણી ને બદલે હડવી અને સ્ટાઇલિશ ઓઢણી

ગરબા રમતી વખતે સતત નૃત્ય કરવાનું હોવાથી ભારે ઓઢણી ઘણી વખત અસુવિધાજનક બની શકે છે. તેથી હડવા કાપડની ઓઢણી, આકર્ષક કિનારી અને સુંદર ભરતકામવાડી ઓઢણીનો વિકલ્પ પણ ધ્યાનમાં લઈ શકાય. ઓઢણીને અલગ અલગ રીતે પહેરીને ઍક જ ચણિયા ચોળી સાથે અલગ દેખાવ પણ મેડવી શકાય છે.

ચણિયા ચોળી માત્ર સુંદર દેખાવ એટલું જ નહીં, પરંતુ ગરબા સમયે પહેરવામાં આરામદાયક પણ હોવું જોઈએ. તેથી ખરીદી કરતી વખતે કાપડ, ચોળીનું યોગ્ય માપ, ચણિયાનો ઘેર અને ઓઢણીનું વજન જરૂર તપાસો, સાથે જ કારીગરી અને ભરતકામ સારી રીતે કરવામાં આવ્યું છે કે નહીં એ પણ જોઈ લો. આ નવરાત્રીમાં ચણિયા ચોળી ખરીદતી વખતે માત્ર ટ્રેન્ડ્સ અનુસરવાને બદલે તમારી પસંદગી, આરામ અને વ્યક્તિત્વને અનુરૂપ પહેરવેશ પસંદ કરશો તો તમારા ગરબાનો દેખાવ વધુ ખાસ બની જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chaniya Choli Trends Mirror Work Chaniya Choli Navratri Fashion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ