બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:56 PM, 18 August 2026
જૂનાગઢમાં નિર્દયી માતાની હેવાનિયત આવી સામે છે. માતાએ તેની 6 વર્ષની પોતાની માસૂમ દીકરીને વાયર અને વેલણથી ફટકારી હતી. સ્થાનિકોએ નિર્દયી માતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે પછી પોલીસે બાળકીની માતા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
બાળકી હેરાન કરતી હોવાથી સખત માર માર્યો
માસૂમ બાળકી હેરાન કરતી હોવાના ગુસ્સામાં માતાએ તેને વાયર અને વેલણથી માર માર્યો હતો. ગુસ્સામાં માતાએ તેને વાયર અને વેલણથી માર માર્યો હતો. બાળકીના ગળા અને બરડાના ભાગે મારના ઊંડા નિશાનો તથા સોળ પડી ગયા હતા.
ADVERTISEMENT
પડોશીઓ પોલીસને જાણ કરી
ADVERTISEMENT
સ્થિતિ જોઈને સ્થાનિક પાડોશીઓએ ત્વરિત ગંભીરતા દાખવીને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમે બાળકીનો કબજો મેળવી તેને સુરક્ષિત રીતે શિશુમંગલ સંસ્થામાં મોકલી આપી છે. પોલીસ અને મહિલા બાળ વિકાસ શાખા દ્વારા માતા-પિતાનાં નિવેદન નોંધવામાં આવ્યા છે તથા ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.