બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના સોલામાં ભુવાએ વિધિને બહાને 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, માતાપિતાને રૂમ બહાર મોકલ્યાં
Last Updated: 03:30 PM, 18 August 2026
અમદાવાદના સોલામાં એક ભુવાએ વીધિને નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્ષ આચર્યું હતું. ધાર્મિક વિધિના નામે ભૂવાએ સગીરાને બનાવી શિકાર હતી. ભોગ બનનાર પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય તે ભુવા પાસે પહોંચ્યું હતું અને તેણે વળગાળ ઉતારવાને નામે સગીરા સાથે રુમમાં દુષ્કર્મ આચર્યું હતું અને માતાપિતાને રુમ બહાર મોકલ્યા હતા.
ADVERTISEMENT
'તમારી દીકરીને ભૂતનો વળગાડ છે'
પોલીસે આરોપી ભુવા ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. માતાપિતાને ચંદ્રકાંતે કહ્યું કે,'તમારી દીકરીને ભૂતનો વળગાડ છે. જે દૂર કરવા વિધિ કરવી પડશે.' માતાપિતા તૈયાર થતા ચંદ્રકાંત પંચાલ તેમના ઘર પર આવ્યો હતો. વિધિ કરવાની હોય માતાપિતાને રૂમની બહાર મોકલી દીધા અને રૂમમાં સગીરા સાથે એકલો જ રહ્યો. સગીરાને વિધિના નામે કેફી પીણુ પીવડાવી અર્ધબેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
ભુવાએ સગીરા સાથેના ફોટા કર્યા વાયરલ
નરાધમ ભુવાએ દુષ્કર્મના કેટલાક ફોટા પણ પાડ્યા હતા જે તેણે વાયરલ કર્યાં હતા. સગાસંબંધીઓેએ જાણ થતાં તેમણે માતાપિતાને વાત કરી અને ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદમાં નશામાં થારચાલકનો આતંક! પોલીસથી ભાગતા દિવાલ સાથે અથડાઈ કાર
આરોપી ભુવા સામે બીજા પણ 4 કેસ
ADVERTISEMENT
ભુવા ચંદ્રકાંત વિરુદ્ધ અગાઉ પણ સોલા, ઘાટલોડિયા સહિત ચાર ઠેકાણે ગુના નોંધાયેલા છે. તેણે વિધિને નામે લોકો પાસેથી 56 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે હાલ તેની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.