બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / અમેરિકાની જેલમાં ગુજરાતી ડોક્ટરનું મોત, ધંધાને બદલે જમાવ્યું હતું ગુનાઓનું સામ્રાજ્ય, 34 કેસ હતા દાખલ
Last Updated: 05:39 PM, 17 August 2026
અમેરિકાના ફ્લોરિડામાં બાળ યૌનશોષણ સંબંધિત સામગ્રીના કેસમાં આરોપી ૪૦ વર્ષીય ગુજરાતી ડોક્ટર ચિંતન વિમલકુમાર શાહનું અલાચુઆ કાઉન્ટી જેલમાં મોત થયું છે. શાહ ગુરુવારે પોતાના સેલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેલ અધિકારીઓએ સારવારના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તપાસ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
શાહ અગાઉ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં એસોસિયેટ ક્લિનિકલ પ્રોફેસર અને યુએફ હેલ્થ શેન્ડ્સમાં નેફ્રોલોજિસ્ટ તરીકે કામ કરતો હતો. ૮ જુલાઈએ સાયબરટિપના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં કિક એકાઉન્ટ મારફતે સગીર સંબંધિત ગેરકાયદે સામગ્રી શેર કર્યાના આરોપો સામે આવ્યા હતા. તેના વિરુદ્ધ વધુ ૩૪ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.
ફોન અને ડિજિટલ એકાઉન્ટની તપાસ બાદ તેના વિરુદ્ધ અનેક વધારાના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. તપાસકર્તાઓએ એક સગીર યુવતી સાથે અયોગ્ય ઓનલાઈન સંપર્ક અને તસવીરો મેળવવા માટે દબાણ કર્યાનો પણ આરોપ મૂક્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે પૃથ્વી પર આફત આવશે? વૈજ્ઞાનિકોની ડરામણી આગાહી, જાણો કેટલો ખતરો?
જામીનનો સરકારી વકીલોએ વિરોધ કર્યો હતો અને શાહ ભારત ભાગી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. ધરપકડ બાદ યુનિવર્સિટીએ તેને રજા પર મોકલી તેની પ્રોફાઇલ વેબસાઇટ પરથી હટાવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.